Finance intrest victim

Finance intrest victim: બજાજ ફાઇનાન્સની ઉઘાડી લૂંટ..! રીક્ષા ચાલકનો પરિવાર રોડ પર આવી ગયો

Finance intrest victim: આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ધરણાં પર ઉતર્યા, કહ્યું- મને ન્યાય આપો…

અમદાવાદ, 24 જાન્યુઆરી: Finance intrest victim: ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે. વ્યાજખોરોના કારણે લોકોને જીવવું દુષ્કર બન્યું છે. વ્યાજે પૈસા આપતા વ્યાજખોરો મજબૂર લોકો પાસેથી તગડું વ્યાજ વસૂલ કરે છે, જેના કારણે પૈસા લેલારની હાલત વધુ કફોડી બને છે, અને અંતે મોત સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

ત્યારે વ્યાજખોરો ને ડામવા પોલીસે કાર્યવાહી શરૂ છે. પરંતુ લાયસન્સ મારફતે વ્યાજનો ધંધો કરતી સંસ્થાઓનો પણ કેટલાક લોકો ભોગ બની રહ્યા છે. નાણાં ધિરાણ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા પણ દાદાગીરી સાથે તગડું વ્યાજ વસૂલતા હોય છે.

અમદાવાદના સરદાનગરમાં રહેતો એક પરિવાર બજાજ ફાયનાન્સ દ્વારા વસૂલવામાં આવતા ભારે વ્યાજ ને કારણે રસ્તા પર આવી ગયો છે. બજાજ ફાયનાન્સના અધિકારીઓ સામે પોલીસ અને કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ પણ કોઈ યોગ્ય પરિણામ ન આવતા આખરે પરિવારે આત્મહત્યા કરવાની ધમકી આપી ધરણાં પર ઉતર્યા છે.

મળતી માહિતી મુજબ, સરદાનગરમાં રહેતા મુકેશ વણઝારા બજાજ ફાયનાન્સ ઓફિસ પાસે ધરણા પર બેઠા છે. તેમણે આક્ષેપ કર્યો છે. તેણે બજાજ ફાયનાન્સમાંથી ઓટો રિક્ષા ખરીદી હતી. કુલ 36 હપ્તા ભરવાના હતા. તેણે કુલ 29 હપ્તા ભરી દીધા છે. જ્યારે કોરોના મહામારી ને કારણે બે હપ્તા બાકી હતા.

મુકેશ બંજારાએ બાકી બધા હપ્તા એકસાથે ભરવાનું કહેતા બજાજ ફાઇનાન્સના લોકોએ ના પાડી ભારે વ્યાજ વસૂલવા માટે એક એક હપ્તો ચૂકવવાનું શરૂ કર્યું અને પીડિતાની ઓટો રિક્ષા પણ જપ્ત કરી લીધી હતી.

આટલું જ નહિ, બજાજ ફાયનાન્સના લોકો એક લાખ 20 હજાર રૂપિયા માંગી રહ્યા છે. મુકેશ વણઝારાએ જણાવ્યું કે તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે રિક્ષા ચલાવતા હતા. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી બજાજના લોકોએ તેની રિક્ષા જપ્ત કરી છે. તેઓ બેરોજગાર બની ગયા છે. તેમની પાસે પૈસા પણ બચ્યા નથી. તેનો પરિવાર રસ્તા પર આવી ગયો છે.

આ પણ વાંચો: Tips for credit card use: ક્રેડિટ કાર્ડ તમને કેવી રીતે કરે છે કંગાળ? બેંકો પણ આ નુકસાન વિશે નથી જણાવતી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો