Jamnagar collector Ravishankar

જામનગરમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ કલેકટર, કમીશ્નર દ્વારા શુ અપીલ કરાઈ જાણો…

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૬ સપ્ટેમ્બર,જામનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આજે એક સંદેશો જારી કરવામાં આવ્યો છે જિલ્લા કલેકટર રવિશંકરે જારી કરાયેલા સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે સામાન્ય રોગો ધરાવતા દર્દીઓ સીધા જ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલ અથવા તો ખાનગી હોસ્પિટલમાં જવાનું ટાળે કારણ કે તેમના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે,

આ પ્રકારના દર્દીઓ 104 હેલ્પલાઇન દ્વારા ઘેર બેઠા સારવાર મેળવી શકે છે આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા સાત સંજીવની રથ, 22 ધન્વંતરી રથ અને 18 રીક્ષાઓ દ્વારા લોકોને ઘેર બેઠા જ સારવાર આપવામાં આવનારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેમજ જે કોઈ પણ દર્દીને અથવા તો લોકોને સામાન્ય રોગો ના લક્ષણો જણાય તો તેઓએ તેમની આજુબાજુના સી.એસ.સી સેન્ટર, પીએચસી સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર માં તાત્કાલિક સંપર્ક કરી અને તેમનો ઇલાજ કરાવવો આજથી અર્બન હેલ્થ સેન્ટર માં કોરોના ના ટેસ્ટિંગની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં ડેપ્યુટી કલેકટર અને પાંચ મેડિકલ ઓફિસર નો સ્ટાફ લોકોની સેવા માટે હાજર રહેશે ફરીને જિલ્લા કલેકટર રવિશંકરે લોકોને અપીલ કરી હતી કે હાલ કોરોના કેસ ની સંખ્યા જામનગરમાં વધી રહી હોય લોકો હોસ્પિટલમાં આવવાનું ટાળી સરકાર દ્વારા જે અન્ય સેવાઓ વિનામૂલ્યે ઉભી કરાઈ છે તેનો લાભ લે અને કોરોનાના સંક્રમણથી બચે

JMC office 2

આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ દ્વારા પણ શહેરીજનોને એક સંદેશા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા ધન્વંતરી રથ સંજીવની રથ અને 18 રીક્ષાઓ નો ઘેર બેઠા લાભ લઇ હોસ્પિટલમાં કોરોના ના સંક્રમણથી બચવાનો પ્રયત્ન કરે સરકાર દ્વારા તમામ સેવાઓ શહેરીજનોને વિનામૂલ્યે ઘરે બેઠા આપવામાં આવનારી છે