Fire in Deepak Nitrate Company

Fire in Deepak Nitrate Company: વડોદરાની દિપક નાઈટ્રેટ કંપનીમાં વિસ્ફોટ સાથે આગ, 10 થી 15 કિમી સુધી વિસ્ફોટ સંભળાતા ગામલોકો બહાર નીકળી આવ્યા

Fire in Deepak Nitrate Company: નંદેસરી ફાયર બ્રિગેડ બનાવના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ વધુ ગંભીર જણાતા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી

વડોદરા, 02 જૂન: Fire in Deepak Nitrate Company: વડોદરા નંદેશરી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રેટ કંપની માં આજે નમતી બપોરે ધડાકા સાથે આગ લાગતાં નંદેશરી ફાયર બ્રિગેડ અને વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.

દિપક  નાઈટ્રેટ કંપનીમાં લાગેલી આજનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બે કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને 10 કિમી વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.આવિસ્ફોટ થયા બાદ થોડીવારમાં બીજો પણ એક વિસ્ફોટ સંભળાયો હતો.

આ પણ વાંચોઃ Aashram 3: ‘આશ્રમ 3’માં કવિતા આપશે અત્યાર સુધીનો સૌથી બોલ્ડ સીન, પિતાએ આપી ચોંકાવનારી પ્રતિક્રિયા…

એક પછી એક વિસ્ફોટ થયા બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. જેને કારણે આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર આવી ગયા હતા. નંદેસરી ફાયર બ્રિગેડ બનાવના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ વધુ ગંભીર જણાતા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.

આગના બનાવમાં જાનહાનિ કે નુકસાનની વિગતો જાણવા મળી નથી પરંતુ, સાંજે 7વાગે 10 થી વધુ ફાયર એન્જિન આગ બુઝાવવાના કામે લાગ્યા છે.જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા.જ્યારે,સ્થાનિક આગેવાનો અને આસપાસની કંપનીના કામદારો પણ દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ Bladder astropy: ૧૪ કલાકની જટીલ સર્જરીના અંતે સાયના પીડામુક્ત બની, જન્મના ૧૩ વર્ષ બાદ સાયના “ડાયપરમુક્ત” થઇ !

Gujarati banner 01