2 rapists were set on fire by villagers

Fire in residential area: વેરાવળના રહેઠાણ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ થઇ

Fire in residential area: સમયસર ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો, કોઇને જાન હાનિ થઇ નથી

વેરાવળ, 15 ઓક્ટોબરઃ Fire in residential area: ગઇકાલે રાત્રે વેરાવળના રહેણાંક વિસ્તારમાં આગને પગલે લોકો દોડતા થયા હતા. ભીષણ આગને પગલે સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ વધુ ભીષણ બનતાં તેમણે નગરપાલિકાની ફાયર ફાયર ટીમને જાણ કરી હતી. આ દરમિયાન આજુબાજુમાં રહેતાં લોકો દોડતા થયા હતા.

ફાયરફાયર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી તો આગ વધુ ભીષણ બની હતી. રહેણાંક વિસ્તારમાં આવેલા ભંગારના ડેલામાં આગ ભભૂકી ઉઠી હતી. આગને લીધે ધૂમાડાના ગોટે-ગોટા જોવા મળ્યા હતા. જ્યારે આજુબાજુમાં આવેલા ઘરોમાં આગ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખી આગ પર કાબૂ મેળવવા કમર કસવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Jal Jeevan Mission 2022: ગુજરાતમાં પણ બાળમૃત્યુદરમાં ઘટાડો થવા માટે જલ જીવન મિશનનું મહત્વપૂર્ણ યોગદાન

ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી આગ વઘુ ભીષણ બની હતી અને લોકોને દર હતો કે આસપાસના ઘરોમાં આગ પ્રસરે નહીં. જેના કારણે સ્થાનિક લોકો દોડતાં થયા હતા.

જોકે, સમયસર ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ફાયરની ટીમે લગભગ એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. હાલ આગ પાછળનું કારણ જાણ મળ્યું નથી.

આ પણ વાંચોઃ Supreme court slams Ekta kapoor: સુપ્રીમ કોર્ટે એકતા કપૂર આપ્યો ઠપકો, લગાવ્યો આ આરોપ- વાંચો વિગત

Gujarati banner 01