Students returning from Ukraine will able to complete their studies: યુદ્ધના કારણે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને મોટી રાહત, આ યુનિવર્સિટીમાં થશે ટ્રાંસફર

Students returning from Ukraine will able to complete their studies: યુદ્ધ પ્રભાવિત યુક્રેનમાંથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓમાંથી 2000 જેટલા સ્ટૂડેંટ્સને ફરી એક વાર અભ્યાસનો મોકો આપવામાં આવશે

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃStudents returning from Ukraine will able to complete their studies: રશિયા યુક્રેનની વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં યુદ્ધની શરુઆત થઈ હતી. યુદ્ધ શરુ થયા બાદ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ભારે નુકસાન થયું હતું. હકીકતમાં આ વિદ્યાર્થીઓએ પોતપોતાના દેશમાં પરત ફરવાનો વારો આવ્યો હતો. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. જે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા. યુક્રેનથી પરત ફર્યા બાદ ભારતીય વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધારામાં ધકેલાઈ ગયા હતા. કારણ કે તેઓ પોતાના અભ્યાસને લઈને ચિંતિત હતા.

જો કે, હવે એક આશાનું નવું કિરણ જોવા મળી રહ્યું છે. જેનાથી લાગી રહ્યું છે કે, આ વિદ્યાર્થીઓ હવે પોતાનો અધૂરો અભ્યાસ પુરો કરી શકશે. યુક્રેનમાંથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓમાંથી 2000 જેટલા સ્ટૂડેંટ્સને ફરી એક વાર અભ્યાસનો મોકો આપવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કરવા માટે ઉઝ્બેકિસ્તાનની યુનિવર્સિટીમાં ટ્રાંસફર કરવામાં આવશે. ભારતમાં ઉઝ્બેકિસ્તાનના રાજદૂત દિલશોદ અખાતોવે ગુરુવારે એક કાર્યક્રમમાં આ વાત કહી હતી, તેમણે આ અવસર પર અમુક વિદ્યાર્થીઓને પ્રોવિજનલ અડમિશન લેટર પણ આપ્યા હતા.

પોતાનો અભ્યાસ છોડીને આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને જો ઉઝ્બેકિસ્તાન મોકલવામા આવે છે, તો તેમના માટે એક મોટી રાહત હશે. તેની પાછળ કારણ એ છે કે, તેમને ભારતીય મેડિકલ કોલેજોમાં અડેમિશન આપવાની જોગવાઈ નથી. તેથી તેમની પાસે યુક્રેન પરત સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. યા તો તેઓ ફરીથી કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ શકતા હતા. જ્યાં તેમને નવેસરથી અભ્યાસ કરવો પડતો હતો. જો કે હવે તેઓ આ અભ્યાસ ઉઝ્બેકિસ્તાનમાં જઈને પુરો કરી શકશે.

આ પણ વાંચોઃ Fire in residential area: વેરાવળના રહેઠાણ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ થઇ

આ પણ વાંચોઃ Jal Jeevan Mission 2022: ગુજરાતમાં પણ બાળમૃત્યુદરમાં ઘટાડો થવા માટે જલ જીવન મિશનનું મહત્વપૂર્ણ યોગદાન

Gujarati banner 01