pm kisan samman nidhi scheme link aadhaar card edited e1674044692519

PM Kisan Scheme Update: PM કિસાન સન્માન નિધિનો લાભ લેનારા ખેડૂતોએ પરત કરવા પડશે રુપિયા, સરકારે જાહેર કરી યાદી

PM Kisan Scheme Update: લોકોએ આ સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લીધો છે તે લોકોએ આ પૈસા પરત કરવા પડશે.

નવી દિલ્હી, 09 સપ્ટેમ્બરઃPM Kisan Scheme Update: PM કિસાન સન્માન નિધિનો લાભ લેનારા લાખો ખેડૂતો માટે એક મોટા સમાચાર છે. જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમારે 2000 રૂપિયા પરત કરવાના રહેશે. સાંભળીને ઝાટકો લાગ્યોને પણ, પણ જી હા… કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યુપીના લગભગ 21 લાખ અયોગ્ય ખેડૂતો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે.

શા માટે પાછા આપવા પડશે પૈસા?
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે વેરિફિકેશનમાં લગભગ 21 લાખ ખેડૂતો અયોગ્ય જણાયા છે. આ લોકોને આ યોજના હેઠળ અત્યાર સુધી આપવામાં આવેલી સંપૂર્ણ રકમ પરત કરવાની રહેશે. જે લોકોએ આ સરકારી યોજનાનો ખોટી રીતે લાભ લીધો છે તે લોકોએ આ પૈસા પરત કરવા પડશે.

આ પણ વાંચોઃ Delhi Building Collapse: દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થતા 3ના મોત

આ મહિનાના અંત સુધીમાં આવી જશે પૈસા 
આ સાથે તેમણે જણાવ્યું છે કે પીએમ કિસાનનો 12મો હપ્તો આ મહિનાના અંતમાં રિલીઝ કરવામાં આવશે, પરંતુ આ હપ્તાના પૈસા તે લોકોના જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેમણે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સાથે તેમનું વેરિફિકેશન પણ જરૂરી છે.

2000 રૂપિયાના મળે છે 3 હપ્તા
આ સાથે મંત્રીએ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોર્ટલ પર જલદીથી તેમનો ડેટા અપલોડ કરે, જેથી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે. સરકાર દ્વારા ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતને ત્રણ હપ્તામાં ચૂકવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Ganesh visarjan 2022: આજે વિઘ્નહર્તાની વિદાય, જાણો અંત ચૌદશના વ્રત વિશે

Gujarati banner 01