Junagadh

First international conference narasimha mehta university: જૂનાગઢ-ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર ઈન્ટરનેશ્નલ કોન્ફરન્સ યોજાઈ

First international conference narasimha mehta university: કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી ડો. કુબેર ડીંડોર અને શિક્ષણ સચિવ એસ.જે. હૈદર પણ ઓનલાઈન જોડાયા.

જૂનાગઢ, 19 ફેબ્રુઆરી: First international conference narasimha mehta university: જૂનાગઢ-ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમવાર ઈન્ટરનેશ્નલ કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સમાં 7 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. દેશભરના 270 સંશોધન પેપરો આ કોન્ફરન્સમાં રજૂ થશે. આ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી ડો. કુબેર ડીંડોર અને શિક્ષણ સચિવ એસ.જે. હૈદર પણ ઓનલાઈન જોડાયા.

Junagadh 1

આ ઈન્ટરનેશ્નલ કોન્ફરન્સ ન્યુ ડાયરેક્શન્સ ઓફ એકેડેમિક રીસર્ચ શિર્ષક હેઠળ યોજાઈ. ભારત ઉપરાંત કેનેડા, યુકે, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહીતના દેશોના સંશોધકો આ કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા.

આ પણ વાંચો: Congress-AAP workers join BJP: જૂનાગઢ-વિસાવદર તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ઈન્ડીયન એસોસીએશન ફોર કેનેડીયન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર નરસિંહ મહેતા યુનિ. ના અંગ્રેજી ભવન દ્વારા ઈન્ટરનેશ્નલ કોન્ફરન્સ યોજાઈ. આ કોન્ફરન્સ અનુસ્નાતક વિધાર્થીઓ અને સંશોધકો માટે આશિર્વાદરૂપ અને નવી દિશા આપનારી છે.

Gujarati banner 01