Fishermen e1647525931442

પાક મરીન દ્વારા કચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 4 બોટ સાથે 20 માછીમારોનું અપહરણ(fishermen kidnapped), ભારતીય એજન્સી સતર્ક બની- માછીમારોમાં ભયનો માહોલ

fishermen kidnapped

નવી દિલ્હી, 13 માર્ચઃકચ્છ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે પાક મરીન દ્વારા ચાંચિયાગીરી કરીને ચાર બોટમાં સવાર 20 માછીમારોનું અપહરણ(fishermen kidnapped) કરાયું. સૌરાષ્ટ્રની 4 અલગ અલગ બોટમાં સવાર માછીમારોનું અપહરણ કરાયું. પાક મરીન દ્વારા સતત ભારતીય માછીમારોના અપહરણ(fishermen kidnapped)ની ઘટનાથી ભય ફેલાયો છે. ભારતીય એજન્સીઓ સતર્ક બની છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી ટીમે ભારતીય જળ સરહદેથી ૪ બોટ સાથે ૨૦થી વધુ ભારતીય માછીમારોના અપહરણ કરતા ખળભળાટ મચી ગયો છે.

ADVT Dental Titanium

પ્રાપ્ત માહિતી મુજબ ભારતીય માછીમારો પોતાની બોટમાં ભારતીય જળ સરહદ નજીક માછીમારી કરી રહ્યા હતા ત્યારે એકાએક પાકિસ્તાન મરીન સિકયુરીટી ટીમ ત્રાટકી હતી અને ૪ બોટ સાથે ૨૦થી વધુ ભારતીય માછીમારોના અપહરણ કરીને કરાંચી લઈ ગયા હતા.

Whatsapp Join Banner Guj

જો કે માછીમારોની સંખ્યા વધુ હોવાનું પણ આધારભૂત વર્તુળો દ્વારા જાણવા મળ્યુ છે. હાલમાં માછીમારીની સિઝન હોવાથી મે મહિના સુધી માછીમારો દરીયામાં માછીમારી કરીને પોતાનો ધંધો-રોજગાર ચલાવે છે. પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા વારંવાર ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે અને કરાંચી જેલમાં ધકેલી દેવામાં આવે છે જેના કારણે માછીમારોના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. એક સાથે ૨૦થી વધુ માછીમારોના અપહરણના સમાચારથી માછીમારોના પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો…

જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ