Covid vaccine e1623415005177

જૂનાગઢના મેડીકલ કોલેજના 2 છાત્રો રસીના 2 ડોઝ લીધા બાદ પણ આવ્યા કોરોના પોઝિટીવ(corona positive), કોલેજના ડીને જણાવ્યું આ કારણ

corona positive

જૂનાગઢ, 13 માર્ચઃ જૂનાગઢ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોરોના રસીના બે ડોઝ અપાયા હતાં. પરંતુ બે દિવસ પહેલા તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ (corona positive)આવ્યો હતો. આથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરી દેવાયું છે. જયારે પ્રેકટીકલ કોલેજ શરૂ થયા બાદ કરાવવામાં આવશે.

Whatsapp Join Banner Guj

હાલ કોરોના રસીના ડોઝ આપવાનું ચાલી રહ્યું છે. ગત જાન્યુના અંતમાં જૂનાગઢ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોરોના રસીનો પ્રથમ અને તેના 28 દિવસ બાદ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ મેડીકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીનો ત્રણ દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

ADVT Dental Titanium

પ્રથમ વર્ષમાં 200 જેટલા વિદ્યાર્થીઓ છે. આથી તેઓને સંક્રમણ ન થાય તે માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતાં. અને તેઓનું શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું હતું. જયારે પ્રેકટીકલ કોલેજ શરૂ થયા બાદ કરાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ અંગે મેડીકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે, પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું છે. રસીના બંને ડોઝ અપાયાના થોડા સમય પછી એન્ટી બોડી આવે છે. આથી આ કેસમાં એન્ટી બોડી આવે તે પૂર્વે જ રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો…

job vacanccy:શું તમે પોલીસ વિભાગમાં નોકરી કરવા ઇચ્છો છો? તો ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં કરી રહી છે ભરતી- જાણો શું છે પ્રોસેસ