Flood

Flood in Gujarat: ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, કેટલાક જિલ્લાઓમાં સર્જાઈ પૂર જેવી સ્થિતિ…

Flood in Gujarat: અમદાવાદ અને જૂનાગઢ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ

અમદાવાદ, 24 જુલાઈઃ Flood in Gujarat: અમદાવાદ અને જૂનાગઢ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘરની બહાર પાર્ક કરેલી કાર પાણીના પ્રવાહમાં એક બીજા પર ચઢી ગઈ હતી. આ ઉપરાંત લોકોને અમદાવાદ એરપોર્ટ પર મુસાફરી કરતા પહેલા એરલાઈન્સનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.

જૂનાગઢમાં સ્થિતિ ખરાબ

જૂનાગઢમાં સ્થિતિ એવી બની ગઈ હતી કે એસપી (SP) ને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવી પડી હતી. વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. 1983 પછી પહેલીવાર અહીં આટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં બનાવેલા બેઝમેન્ટ પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેમાં અનેક વાહનો ડૂબી ગયા હતા. એટલું જ નહીં લિફ્ટ અને સીડીઓમાંથી પણ પાણી આવવા લાગ્યું.

રાયજીબાગ એટલે કે જૂનાગઢનો પોશ વિસ્તાર અહીં વરસાદને કારણે મોંઘાદાટ વાહનો પણ રમકડાંની જેમ વહેવા લાગ્યા હતા. સાથે જ ભેંસો પણ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે હવે રસ્તાઓ પરથી પાણી ઓસરી ગયા છે, પરંતુ સ્થિતિ હજુ પણ ખરાબ છે. એક બીજા પર વાહનોના થપ્પા થઈ ગયા છે અને જનજીવનને માઠી અસર થઈ છે.

નવસારીમાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલી વધી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે સમસ્યા સર્જાઈ હતી. દ્વારકામાં ગટર બ્લોક થઈ ગઈ હતી અને પાણી ભરાઈ ગયા હતા. બજારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. બીજી તરફ નવસારીમાં સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીના બે કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. બે કલાકના મુશળધાર વરસાદ બાદ નવસારી અને વિજલપોર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પાણી ભરાયા છે. જૂનાથાણા વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીના ગોડાઉનનો ગેટ પાણીના પ્રવાહને કારણે ખુલી ગયો હતો. આ પછી અહીં રાખેલા ગેસ સિલિન્ડર પાણીમાં ધોવાઈ ગયા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

અમરેલીમાં પૂર જેવી સ્થિતિ

આવું જ કંઈક ગુજરાતના અમરેલી શહેરમાં બન્યું. અહીં લીલામાં અચાનક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ પછી રસ્તાઓ પર તોફાની પૂર આવ્યું હતું. બજારની વચ્ચે નદી વહેતી જોવા મળી હતી. એક યુવક હાથમાં ગેસ સિલિન્ડર લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તે વહી ગયો. સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે.

મહારાષ્ટ્રમાં પણ બેકાબૂ સ્થિતિ

મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનને કારણે થયેલા અકસ્માતની ભયાનક તસવીર સામે આવી છે. અહીં આખું ગામ કાટમાળની લપેટમાં આવી ગયું, જેમાં 25થી વધુ લોકોના મોત થયા. મુંબઈમાં પણ વરસાદે અહીંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. મુંબઈના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું.

આ પણ વાંચો… Gujarat Rain Update: ગુજરાતને ફરી એકવાર ઘમરોળશે મેઘરાજા, અહીં પડશે ભારે વરસાદ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો