Rain in Ahmedabad

Gujarat Rain Update: ગુજરાતને ફરી એકવાર ઘમરોળશે મેઘરાજા, અહીં પડશે ભારે વરસાદ…

Gujarat Rain Update: આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 24 જુલાઈઃ Gujarat Rain Update: ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં કહેર વરસાવ્યો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે મેઘરાજા સૌરાષ્ટ્રના બે જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના 3 જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબકી શકે છે. જેને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની 24-07-2023ની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. જો જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો આ બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર, આજે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અલગ અલગ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો… Swamiji ni Vani part-16: પ્રસાદબુદ્ધિથી કર્મફળનો સ્વીકાર…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો