Health cheking

Food checking: જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Food checking: આરોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરીના વિક્રેતાઓ અને વેચાણ કરતા પર સઘન ચેકિંગ કરાયું હતું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૩૧ જુલાઈ:
Food checking: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પાણીપુરી ની રેકડી તેમજ કેબીનો ઉપર આરોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાણીપુરીના વિક્રેતાઓ અને વેચાણ કરતા પર સઘન ચેકિંગ કરાયું હતું

આ પણ વાંચો…Mirabai Chanu Diet: ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું ફોલો કરતી હતી આ ડાયટ, જાણો શું હોય છે ખેલાડીઓનો ખોરાક

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા (Food checking) દ્વારા નજીકના દિવસોમાં જ્યારે શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,

જે અંતર્ગત ફૂડ ઇન્સ્પેક્ટરોએ પાણીપુરી તેમજ અન્ય ખાદ્ય સામગ્રીના ચટણી અને અન્ય ખાદ્ય નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં મોલકવામાં આવ્યા હતા.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.