Mirabai Chanu Diet

Mirabai Chanu Diet: ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનું ફોલો કરતી હતી આ ડાયટ, જાણો શું હોય છે ખેલાડીઓનો ખોરાક

Mirabai Chanu Diet: મીરાબાઈ એ ઑલિમ્પિક તાલીમ દરમિયાન અને ઑલિમ્પિક મુકાબલા પહેલાં તેના ખોરાક બદલ ખૂબ જ તકેદારી રાખી હતી

નવી દિલ્હી, ૩૧ જુલાઈ: Mirabai Chanu Diet: ભારત માટે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ પિત્ઝા ખાધા એ તમે વાંચ્યું કે જોયું હશે. તેણે આ વિશેષ માગણી કરી હતી, કારણ કે છેલ્લાં બે વર્ષથી તેણે ખોરાક પર કડક નિયંત્રણ રાખ્યું હતું અને આખરે બે વર્ષ બાદ તે ઘરે જમી હતી.

Mirabai Chanu Diet: મીરાબાઈ એ ઑલિમ્પિક તાલીમ દરમિયાન અને ઑલિમ્પિક મુકાબલા પહેલાં તેના ખોરાક બદલ ખૂબ જ તકેદારી રાખી હતી. તેણે ખૂબ જ નિયંત્રિત અને પૌષ્ટિક આહાર લેવો પડ્યો હતો. આ સાથે એ પણ જોવાનું હતું કે તેનું વજન ન વધે. મીરાબાઈ 49 કિલોના વર્ગમાં ભાગ લીધો હતો. સામાન્ય રીતે મીરાંબાઈનો નાસ્તો એક બાફેલું ઈંડું અને બે બ્રેડ સ્લાઇસ સાથે પાંચ પ્રકારનાં ફળો સાથે હતો.

આ પણ વાંચો: Ahmedabad-Kolhapur Special Train: 01 ઓગસ્ટની અમદાવાદ-કોલ્હાપુર સ્પેશિયલ ટ્રેન મિરજ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

આ પછી તે લંચમાં માછલી અને માંસ લેતી હતી, પરંતુ એ માત્ર ચોક્કસ માત્રામાં જ લેતી. તેની માછલી પણ સાલોમન, ટૂના હતી. આ સાથે તે પોર્ક બેલી પણ ખાતી હતી, જે ખાસ નોર્વેથી આયાત કરવામાં આવતી હતી. તેનું રાત્રિભોજન લંચ જેવું જ હતું. તે દિવસમાં ઘણી વખત જ્યૂસ લેતી હતી.

તેણે આખા બે વર્ષ સુધી જંક ફૂડને સ્પર્શ પણ કર્યો ન હતો. તેણે ઘરનો પરંપરાગત ખોરાક, દાળ, ભાત, શાકભાજી પણ ખાધાં નથી. આથી સમજી શકાય છે કે ઑલિમ્પિકની તૈયારી કરી રહેલા રમતવીરો ખરેખર કેટલો સંઘર્ષ કરે છે.

ઉલ્લેખનીય છે કે ઑલિમ્પિયન માટે આદર્શ માત્રા દરરોજ સરેરાશ 6,000 કૅલરી હોવી જોઈએ. જોકેઆ પણ ખૂબ વધારે છે. ઑલિમ્પિકમાં ખેલાડીઓ જુદી-જુદી રમતો અનુસાર વિવિધ કૅલરીનો આહાર લે છે. જિમ્નાસ્ટ સૌથી ઓછી માત્રામાં તો બૉક્સર, વેઇટલિફ્ટર, કુસ્તીબાજો, તરવૈયાઓ અને દોડવીરો બધા તેના કરતાં વધારે ખોરાક લે છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો