Babul Supriyo

Babul Supriyo retirement: પશ્ચિમ બંગાળમાં ભાજપના આ દિગ્ગજ નેતાએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી, જાણો વિગત

Babul Supriyo retirement: પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયોએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે

નવી દિલ્હી, ૩૧ જુલાઈ: Babul Supriyo retirement: પશ્ચિમ બંગાળથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ બાબુલ સુપ્રિયોએ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે ફેસબુક પર લખેલી પોસ્ટમાં પોતાના મનની આ વાત શૅર કરી છે.

સુપ્રિયોએ આ જાહેરાત તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે “ગુડબાય. હું અન્ય કોઈ રાજકીય પક્ષ કે તૃણમૂલ કૉન્ગ્રેસ કે CPMમાં નથી જઈ રહ્યો. કોઈએ મને બોલાવ્યો નથી. હું ક્યાંય જતો નથી, પરંતુ સામાજિક કાર્ય કરવા માટે રાજકારણમાં હોવું જરૂરી નથી.” આ પોસ્ટ સાથે રાજનીતિમાંથી નિવૃત્ત થવાની વાત કરી હતી.

આ પણ વાંચો: Food checking: જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

બાબુલ સુપ્રિયોએ એક લાંબી ફેસબુક પોસ્ટ પર વારંવાર લખ્યું છે કે તે જઈ રહ્યા છે અને સાથે જ તેઓ સંસદમાંથી રાજીનામું આપવાના છે. તેમણે લખ્યું છે કેમેં નક્કી કરી લીધું છે કે હું રાજકારણ છોડી રહ્યો છું અને મેં વારંવાર આ વાત માનનીય અમિત શાહજી અને નડ્ડાજીને કહી છે. ઉલ્લેખનીય છે કે આ રીતે બાબુલ સુપ્રિયોના આમ અચાનક રાજકારણ છોડવાથી ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટો ફટકો પડ્યો છે.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો