Foreign Liquor Seized

Foreign Liquor Seized: CID ક્રાઈમ અને રેલવે ગુુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસને મળી મોટી સફળતા, વાંચો વિગતે…

Foreign Liquor Seized: 33 લાખના વિદેશી દારૂ સાથે બે આરોપીની ધરપકડ

ગાંધીનગર, 15 ઓગસ્ટઃ Foreign Liquor Seized: ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગરના સંયુક્ત ઑપરેશન દ્વારા 33 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. 30 લાખના દારૂ સહિત 53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેને પોલીસની એક ભારે સફલતા માનવામાં આવી રહી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ટ્રકમાં લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યો હોવાની બાતમી CID ક્રાઈમ અને રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસને મળી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ હાઈવે પર પેટ્રોલિંગ વધારી દીધું હતું. તે દરમિયાન કંસારી ટોલ ટેક્સ નજીકથી રાજસ્થાન પાસિંગની ટાટા ટ્રક પસાર થઈ હતી.

શંકાના આધારે અધિકારીઓએ ટ્રકને અટકાવી તપાસ કરતાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ટ્રક ચાલક માલારામ સોનારામ ચૌધરી (જાટ), ઉંમર 23, રહે. દીપલા તાલુકો, સેડવા, જિલ્લો બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી તેને ડીસા ગ્રામ્ય પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર અન્ય બે આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યો છે.

આ પણ વાંચો… Independence Day Celebrated On Rajkot Railway Division: રાજકોટ રેલવે ડિવિઝનમાં 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો