gautam gambhir0

રામ મંદિર નિર્માણ માટે પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદે ગૌતમ ગંભીરે આપ્યું આટલુ મોટુ દાન

gautam gambhir0

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર નિર્માણ માટે દાન આપનારાઓ લાઇન લાગી છે. ઉદ્યોગપતિ, ફિલ્મી સિતારા અને રમત જગતના લોકો આર્થિક રીતે સહાયતા કરવા માટે આગળ આવી રહ્યાં છે. હવે ભારતીય પૂર્વ ક્રિકેટર અને બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે 1 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. રામ મંદિરનું નિર્માણ તમામ ભારતીયોની આસ્થાનું પ્રતિક છે.

Whatsapp Join Banner Guj

આ દાન આપતા ગૌતમ ગંભીરે કહ્યું, કે આ શાનદાર મંદિર તમામ ભારતીયોનું સ્વપ્ન છે. જે લાંબા સમયથી અટકી ગયું હતુ, હવે તે મુદ્દાનો અંત આવ્યો છે. આ યોગદાન મારા અને પરિવાર તરફથી છે. અયોધ્યા શ્રીરામ મંદિરના નિર્માણથી અયોધ્યાની આસપાસના વિસ્તારોમાં પણ ટુરિઝમ વધશે, જેના કારણે ઘણા લોકોને રોજગાર વધશે. આ સાથે ગૌતમે વડાપ્રધાનને આભાર માન્યો અને કહ્યું કે તેમના પ્રયત્નો દ્વારા ઐતિહાસિક પળના સાક્ષી બની રહ્યાં છીએ.

GEL ADVT Banner

આ પણ વાંચો…

રાષ્ટ્રપતિ બનતા જો બાઇડને લીધા પાંચ મહત્ત્વના નિર્ણય: 7 મુસ્લિમ દેશો પરથી ટ્રાવેલ પ્રતિબંધ હટાવ્યો, ચીનને અમેરિકા માટે ખતરો ગણાવ્યો