Joi Biden office edited

રાષ્ટ્રપતિ બનતા જો બાઇડને લીધા પાંચ મહત્ત્વના નિર્ણય: 7 મુસ્લિમ દેશો પરથી ટ્રાવેલ પ્રતિબંધ હટાવ્યો, ચીનને અમેરિકા માટે ખતરો ગણાવ્યો

Joi Biden office edited

વોશિંગ્ટન, 21 જાન્યુઆરીઃ જો બાઇડન બુધવારે(20 જાન્યુઆરી) અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બની ગયા. પદ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં તેઓ એક્શનમાં આવી ગયા. તેમણે તાબડતોડ 17 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. સૌથી પહેલા તેમણે માસ્ક પહેરાવાને ફરજિયાત કરવાના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા.

પહેલી વખત રાષ્ટ્રપતિ કાર્યાલય(ઓવલ ઓફિસ) પહોંચીને બાઈડને મીડિયાને કહ્યું, મારે ઘણાં કામ કરવાનાં છે, એટલા માટે હું અહીં છું. મને લાગે છે કે મારી પાસે સહેજ પણ સમય નથી. સમયને વેડફી ન શકાય. તાત્કાલિક કામ શરૂ કરવા જઈ રહ્યો છું. હું પહેલા પણ કહી ચૂક્યો છું કે આગામી 7 દિવસમાં ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ.

Whatsapp Join Banner Guj

અમેરિકાનાં નવા ચુંટાયેલા પ્રમુખ જો બિડેન વહિવટીતંત્રમાં વિદેશ પ્રધાન બનેલા એન્ટની બ્લીકેને ચીન વિરૂધ્ધ સખત વલણ અપનાવ્યું છે, જોકે, ચીને કહ્યું હતું કે તે વોશિંગ્ટનની સાથે સંઘર્ષ અને અથડામણ ટાળવાનાં પ્રયાસો કરશે. જોકે, બ્લીકેને ચીનને અમેરિકા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું હતું. તેમને એવી આશા છે કે, બિંજીંગ-વોશિંગ્ટન સંબંધનાં સૌથી તંગ તબક્કા બાદ કેટલાક સમયગાળા માટે વિરામ લાગી જશે.

રાષ્ટ્રપતિ બનતા જ બાઇડનના મહત્વના નિર્ણયો

  • સૌથી પહેલા બાઈડને કોરોના વાઈરસ અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ માસ્કને ફેડરલ પ્રોપર્ટી જાહેર કરાઈ છે, એટલે કે દરેક વ્યક્તિએ મહામારી દરમિયાન માસ્ક પહેરવું જરૂરી રહેશે. જો તમે સરકારી બિલ્ડિંગમાં છો અથવા કોરોના હેલ્થવર્કર છો તો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત હશે. ટ્રમ્પે માસ્ક માટે કોઈ સખતાઈ નહોતી કરી.
  • હવે અમેરિકા ફરીથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું સભ્ય હશે. બાઈડને ગત વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે જો અમેરિકા ગ્લોબલ હેલ્થને મજબૂત કરશે તો તે પોતે પણ સુરક્ષિત રહેશે.રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસે જ અમેરિકાની WHOમાં વાપસી કરાવીશ. ટ્રમ્પે ગત વર્ષે અમેરિકાને WHOથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.
  • અમેરિકા હવે પેરિસ સમજૂતીમાં ફરી સામેલ થશે. ટ્રમ્પે 2019માં આ સમજૂતીથી બહાર જવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત, ચીન અને રશિયા પ્રદૂષણને વધારી રહ્યા છે, સાથે જ અમેરિકા આ મામલામાં સારી કામગીરી કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સમજૂતીથી બહાર થયા પછી અમેરિકા 70 વર્ષમાં પહેલી વખત ઓઈલ અને કુદરતી ગેસનું નંબર વન ઉત્પાદક બની ગયું છે.
  • બાઈડને મેક્સિકો બોર્ડરના ફંડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે મેક્સિકોથી આવતા પ્રવાસીઓને જોતાં દીવાલ બનાવવાને નેશનલ ઈમર્જન્સી ગણાવી હતી.
  • 7 મુસ્લિમ દેશો- ઈરાક, ઈરાન, લિબિયા, સોમાલિયા, સૂડાન, સિરિયા અને યમન પર લાગેલા ટ્રાવેલ પ્રતિબંધોને હટાવી દીધા. ટ્રમ્પે 2017માં આ પ્રતિબંધ પોતાના કાર્યકાળના પહેલા સપ્તાહમાં લગાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો, જેને 2018માં કોર્ટે યથાવત્ રાખ્યો હતો.
GEL ADVT Banner

આ પણ વાંચો…

કરુણા અભિયાનઃ પતંગ દોરાથી 1468 પશુ-પક્ષીઓ ઘવાયા અને 37 પક્ષીઓએ જીવ ગુમાવ્યો, ડોક્ટરે કહ્યું લોક જાગૃતિના કારણે મૃત્યાંકમાં ઘટાડો