Voting preparation

Voting for the first phase of Gujarat assembly elections: પ્રથમ તબક્કાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આવતીકાલે વહેલી સવારથી શરૂ થવાનું

Voting for the first phase of Gujarat assembly elections: ભાવનગર શહેરના જુદા જુદા સેન્ટરો પરથી ચૂંટણીલક્ષી સામગ્રી ચૂંટણીના કામકાજમાં જોતરાયેલો સ્ટાફ તેમજ સુરક્ષા સ્ટાફને ફાળવણી કરવામાં આવી હતી અને તેમના મતદાન બુથે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ગાંધીનગર, 24 નવેમ્બર: Voting for the first phase of Gujarat assembly elections: પ્રથમ તબક્કાની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આવતીકાલે વહેલી સવારથી શરૂ થવાનું છે જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, આજે ભાવનગર શહેરના જુદા જુદા સેન્ટરો પરથી સાત વિધાનસભા વિસ્તારમાં મતદાન સામગ્રી સ્ટાફ અને સુરક્ષા સ્ટાફ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ની પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે થવાનું છે, જેમાં ભાવનગર જિલ્લામાં સાત વિધાનસભા બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈને ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, સાત વિધાનસભા વિસ્તારમાં 1868 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, સમગ્ર જિલ્લામાં સાત વિધાનસભા બેઠકો પર 8,858 ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કામકાજ માટે મૂકવામાં આવ્યા છે,

તેમજ(Voting for the first phase of Gujarat assembly elections) શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદારો મતદાન કરી શકે તે માટે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ હોમગાર્ડ ના જવાનો, જીઆરડી ના જવાનો, પેરામિલેટરી ફોરસીસના જવાનો સહિત કુલ 5 હજાર સુરક્ષા કર્મચારીઓ બંદોબસ્તમાં બંદોબસ્ત માં જોડાયા છે. સાત વિધાનસભા વિસ્તારમાં 18,31,892 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાની સાત વિધાનસભા બેઠકોમાં કુલ 400 થી વધુ સંવેદનશીલ બુથો હોય જ્યાં ચાપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.

ભાવનગર શહેરના જુદા જુદા સેન્ટરો પરથી ચૂંટણીલક્ષી સામગ્રી ચૂંટણીના કામકાજમાં જોતરાયેલો સ્ટાફ તેમજ સુરક્ષા સ્ટાફને ફાળવણી કરવામાં આવી હતી અને તેમના મતદાન બુથે મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો:-First phase of voting in gujarat assembly election: મતદાન અવશ્ય કરજો, દિલથી કરજો, પ્રેમથી કરજો, આનંદથી કરજો અને શાંતિથી કરજો: પી. ભારતી

Gujarati banner 01