Gangaur Mahotsav in Ambaji

Gangaur Mahotsav in Ambaji: અંબાજીમાં અગ્રવાલ સમાજ દ્વારા ગણગૌર મહોત્સવની પુર્ણાહુતી કરવામાં આવી

Gangaur Mahotsav in Ambaji: મહિલાઓએ ગણગોર માતાની પૂજા અર્ચના કરી હતી ને ત્યાર બાદ સમગ્ર અંબાજી શહેર માં ગણગોર માતા ને લઈ શોભાયાત્રા પણ નીકાળવામાં આવી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 25 માર્ચ: Gangaur Mahotsav in Ambaji: ગણગૌરનો તહેવાર હોળીના બીજા દિવસે શરુ થાય છે જે 16 દિવસ ચાલે છે ગણગોરનો મૂળ તહેવાર રાજસ્થાની લોકોનો માનવામાં આવે છે ને રાજસ્થાની લોકો હાલ અન્ય રાજ્યોમાં જ્યાં પણ વસે છે ત્યાં ગણગોર નો મહોત્સવ મનાવે છે.

રાજસ્થાનને અડીને આવેલા શક્તિપીઠ અંબાજીમાં પણ રાજસ્થાની લોકોનો મોટો સમૂહ વસવાટ કરે છે ને તેઓ એ પણ આ ગણગોર મહોત્સવની શરૂઆત કરી હતી. આજે ગણગોર મહોત્સવ ને 16 દિવસ પૂર્ણ થતા મહોત્સવ ની પુર્ણાહુતી કરવામાં આવી છે,

તમામ મહિલાઓએ ગણગોર માતાની પૂજા અર્ચના કરી હતી ને ત્યાર બાદ સમગ્ર અંબાજી શહેર માં ગણગોર માતા ને લઈ શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી જેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે છેલ્લા દિવસે પૂજા અર્ચના કરી શોભાયાત્રા ના અંતે ગણગોર માતા ને પાણી માં વિસર્જિત કરવામાં આવ્યા હતા.

જોકે આ તહેવાર અપરણિત છોકરીઓ તેમજ નવપરણિત મહિલાઓ ગણગોર માતા ની પૂજાઅર્ચના કરતા હોય છે જેમાં પરણિત મહિલાઓ પોતાના પતિ ના લાંબા આયુષ્ય સાથે પોતાની ઘર ગ્રહસ્તી સુખ સંપન્ન રીતે ચાલે તેવી પ્રાર્થના કરે છે જયારે કુંવારી કન્યાઓ આ ગણગોર માતા ની પૂજા કરી પોતાને સારો પતિ મળે તેવી પ્રાર્થના સાથે મહોત્સવ માં જોડાય છે,

આ ગણગોર માતા કોઈ અલગ દેવ નથી પણ ભગવાન શિવજી ના પત્ની પાર્વતીજી નું જ રૂપ મનાય છે જેમ ગુજરાતી લોકો શ્રાવણ માસ માં જેમ નાની મોટી ગોરો આવે છે તેમ ફાગણ માસ માં આ ગણગોર નો મહોત્સવ નો પણ વિશેષ મહત્વ સમાયેલું છે.

આ કાર્યક્રમ માં અગ્રવાલ સમાજ, અગ્રવાલ મહીલા મંચ, તેમજ અગ્રવાલ યુવામંચ દ્વારા સફળ કરવા માં આવ્યો હતો.

આ પણ વાંચો: Train cancelled news: મુસાફરો કૃપા કરીને નોંધ લો! આ ટ્રેનો 26 માર્ચે રદ રહેશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો