Ghee Factories Seized in Disa

Ghee Factories Seized in Disa: ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપાઈ

Ghee Factories Seized in Disa: રૂ.૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વપરાતું વનસ્પતિ ઘી આશરે ૩૨૦૦ કિગ્રાનો જથ્થો જપ્ત: ડો. એચ. જી. કોશિયા

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ Ghee Factories Seized in Disa: કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. ૯.૫૦ લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી ઘી આશરે ૩૨૦૦ કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે. કોશિયાએ ઉમેર્યું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી.

Ghee Factories Seized in Disa: જેમાં મે. શ્રી પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘી નો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. ૧.૬૨ લાખની કિંમતનો બાકીનો ૪૫૦ કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢી ના માલિક શ્રી ઠક્કર દિનેશભાઈ ની હાજરી માં શંકાસ્પદ ઘી ના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. ૫.૫૦ લાખની કિંમતનો આશરે ૧૩૫૦ કિ. ગ્રા. ઘી નો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી ના બે નમુના લેવામાં આવ્યા જયારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. ૨.૫૦ લાખ કિંમતનો ૧૪૦૦  કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે,આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. ૯.૫૦ લાખની કિંમતનો બાકીનો કુલ આશરે ૩૨૦૦ કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો… PM Laid Development Projects In Varanasi: પ્રધાનમંત્રીએ વારાણસીમાં કરોડોની મૂલ્યનાં વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ-લોકાર્પણ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો