Banner

Gift Nifty Index New Record: GIFT નિફ્ટીએ નવો રેકોર્ડ હાંસલ કર્યો, એક દિવસમાં કરોડોનુું ટર્નઓવર…

  • GIFT નિફ્ટીએ એક મહિનામાં તેનો પાછલો રેકોર્ડ તોડ્યો, 29 ઓગસ્ટ ના રોજ US $ 12.98 બિલિયનનું ટર્નઓવર થયું

Gift Nifty Index New Record: US$ 15.25 બિલિયન (INR 1,26,930 કરોડની સમકક્ષ) ના ટર્નઓવર સાથે એક જ દિવસમાં 3,86,350 કરાર થયા

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: Gift Nifty Index New Record: ગુજરાતમાં સ્થિત દેશની એકમાત્ર નાણાકીય સંસ્થાએ તાજેતરમાં એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. 26 સપ્ટેમ્બર ના રોજ, GIFT નિફ્ટી ઇન્ડેક્સે USD 15.25 બિલિયન (INR 1,26,930 કરોડની સમકક્ષ) ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રેક્ટની સિંગલ ડે ટ્રેડિંગ પ્રવૃત્તિની સર્વકાલીન ઊંચી સપાટી નોંધી હતી. તેનો અગાઉનો રેકોર્ડ $12.98 બિલિયનની ટ્રેડિંગ પ્રવૃત્તિનો હતો, જે 29 ઓગસ્ટના રોજ નોંધવામાં આવ્યો હતો.

GIFT નિફ્ટીએ 3 જુલાઈ થી તેની ફુલ સ્કેલ કામગીરી શરૂ કરી છે અને NSE IX પર GIFT નિફ્ટીનું ટ્રેડિંગ ટર્નઓવર ફુલ-સ્કેલ કામગીરીની શરૂઆતથી સતત વધી રહ્યું છે. ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી, GIFT નિફ્ટી US$178.54 બિલિયનના ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે 4.59 મિલિયન કોન્ટ્રાક્ટ્સના ક્યુમ્યુલેટિવ વોલ્યુમનું સાક્ષી રહ્યું છે.

આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં, GIFT નિફ્ટીના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને GIFT નિફ્ટીની સફળતા જોઈને આનંદ થાય છે અને અમે તમામ સહભાગીઓને તેમના જબરદસ્ત સમર્થન અને GIFT નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

મહત્વપૂર્ણ છે કે SGX નિફ્ટી ઇન્ડેક્સનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય બજારોના પ્રારંભિક સંકેતોને માપવા માટે થાય છે. જુલાઈમાં આ ઈન્ડેક્સનું નામ બદલીને GIFT નિફ્ટી કરવામાં આવ્યું હતું, કારણ કે અગાઉ આ ઇન્ડેક્સ સિંગાપોરમાં હતો. પરંતુ જુલાઈથી તેને ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટીના NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX)માં ખસેડવામાં આવ્યો હતો. તેથી તેનું નામ પણ બદલવામાં આવ્યું હતું.

હવે આ ઇન્ડેક્સના તમામ કોન્ટ્રાક્ટ્સ NSE IX પર ટ્રેડ થાય છે, જે GIFT સિટીમાં સ્થિત આંતરરાષ્ટ્રીય મલ્ટિ એસેટ એક્સચેન્જ છે. NSE IX ટ્રેડિંગ માટે ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે. આમાં ભારતીય સિંગલ સ્ટોક ડેરિવેટિવ્ઝ, ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ડિપોઝિટરી રિસિપ્ટ્સ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ગ્લોબલ સ્ટોક્સ વગેરેનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટીમાં છેલ્લા કેટલાક મહિનામાં ગિફ્ટ નિફ્ટીની સિદ્ધિઓ સહિત વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ જોવા મળી છે.

રાજ્યનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આગામી થોડા મહિનામાં આયોજિત થવા જઈ રહ્યો છે, ત્યારે ગિફ્ટ સિટીમાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને ગિફ્ટ નિફ્ટીના સતત વધતા આંકડા ચોક્કસપણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો… PM Modi Launched Various Projects in Chhota Udepur: પ્રધાનમંત્રીએ છોટા ઉદેપુરમાં કરોડોનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો