girnar run

Girnar competition: ગિરનાર સ્પર્ધા યોજાઈ : ભાઈઓ માટે 5500, બહેનો માટે 2200 પગથિયાં સુધીની સ્પર્ધા

Girnar competition: જુનાગઢમાં રાજ્યક્ષાની 37 મી ગિરનાર સ્પર્ધા યોજાઈ ગિરનાર સ્પર્ધા યોજાઈ : ભાઈઓ માટે 5500, બહેનો માટે 2200 પગથિયાં સુધીની  સ્પર્ધા  

જુનાગઢ, 02 જાન્યુઆરી: Girnar competition: જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત રાજ્યક્ષાની 37 મી ગિરનાર આરોહણ, અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી સ્પર્ધકો જોડાયા હતા, જેમાં સિનિયર અને જુનિયર એમ 4 કેટેગરીમાં ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો, ભાઈઓ માટે 5500 પગથિયાં અને બહેનો માટે 2200 પગથિયાં સુધી સ્પર્ધા યોજાઈ હતી. બપોરના 12 વાગ્યે મંગલનાથજી આશ્રમ ખાતે વિજેતા સ્પર્ધકો ની જાહેરાત કરી ઇનામ વિતરણ થયું હતું.આ સ્પર્ધા 1971 થી શરું કરાઈ હતી.

તેમજ ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા યોજાઈ રહી છે. વર્ષ 2008 થી આ સ્પર્ધા રાષ્ટ્રીય લેવલે શરૂ કરાઇ હતી.જ્યારે વર્ષ 2014 અને 15 થી આ સ્પર્ધાને સિંગલ માઉન્ટેન એસેન્ટ ઇવેન્ટ નામથી યોજવામાં આવી હતી. જે ઇવેન્ટ વર્લ્ડ એમેઝિંગ રેકોર્ડ.લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને ગીનીઝ બુક ઓફ રેકોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.જેમાં એકી સાથે 2122 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કોમ્યુટર સૉફ્ટવેરથી તૈયાર થયેલી સ્પર્ધા છે. અત્યાધુનિક ટેકનોલોજીની વાઈફાઈ સિસ્ટમથી આ કાર્યક્રમને વેબકાષ્ટ કરવામાં આવે છે.

જુનાગઢમાં રાજ્યક્ષાની 37 મી ગિરનાર સ્પર્ધા યોજાઈ

ગિરનાર સ્પર્ધા યોજાઈ : ભાઈઓ માટે 5500, બહેનો માટે 2200 પગથિયાં સુધીની  સ્પર્ધા

આ પણ વાંચો:Paneer bhature recipe: ઘરે જ બનાવો પનીર ભટુરે અને છોલો સાથે ખાવાની માણો મજા, નોટ કરો રેસિપી…

Gujarati banner 01