GMC safai abhiyan

GMC Garbage awareness: ગાંધીનગરના દરેક ઘરમાંથી સુકો અને ભીનો કચરો અલગ કરીને જ આપવામાં આવે: મ્યુનિસિપલ કમિશનરની ઘરે ઘરે પત્ર પાઠવીને અપિલ

GMC Garbage awareness: કચરો ઉત્પન્ન કરનારે જ તેનું વર્ગીકરણ કરીને સંગ્રહ કરવાનો કાયદો ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવ્યો છે

  • ભીના કચરામાંથી ખાતર બનાવવા અને સુકા કચરાને રી-સાયકલ અથવા રી-યુઝ કરવા માટે અલગ કરવાનું અનિવાર્ય છે
  • મહાનગર પાલિકા દ્વારા કમિશનરનો પત્ર અને સુકા-ભીના કચરાની સમજ આપતા સ્ટિકર ઘરે ઘરે પહોંચાડવા ઝુંબેશ શરૂ કરાઇ

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , ૦૧ ઓગસ્ટ:
GMC Garbage awareness: પર્યાવરણની સુરક્ષાનો મુદ્દો વૈશ્વિક ચિંતાનો વિષય છે અને દુનિયાભરમાં ઉત્પન્ન થતા વિવિધ કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબથી કરવા પર વિશેષ ભાર મુકાઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના નગરજનોને મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલ દ્વારા ઘરેથી જ સુકા અને ભીના કચરાને અલગ પાડીને કચરા ગાડીને આપવા માટે અપિલ કરાઇ છે. તંત્ર દ્વારા કમિશનરનો પત્ર અને સુકા-ભીના કચરાની સમજ આપતા સ્ટિકર ઘરે ઘરે પહોંચાડવા ઝુંબેશ શરૂ કરાઇ છે. પેથાપુર, કોલવડા, વાવોલ સહિતના વિસ્તાર બાદ રવિવારે રજાના દિવસે વિવિધ સેક્ટરમાં ઝુંબેશ ચાલુ રખાઇ હતી.

આ પણ વાંચો…5 years CM celebration: વિકાસની રાજનીતિને અમે વરેલા છીએ: મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી

મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલે જણાવ્યું કે પર્યાવરણનું જતન કરવા માટે પહેલું પગથિયું સ્વચ્છતાના માર્ગેથી ચઢી શકાશે. તેના માટે બાયોડીગ્રેબલ મતલબ કે જેનું વિઘટન થઇ શકે છે, તેવા(GMC Garbage awareness) ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે અને નોન બાયોડીગ્રેબલ એટલે કે જેનું વિઘટન થઇ શકતું નથી તેવા સુકા કચરાને રી-સાયકલ અથવા રી-યુઝ કરી શકાય છે. પરંતુ તેમ કરવા માટે કચરાને અલગ કરવાનું અનિવાર્ય છે. આથી ગાંધીનગરના દરેક પરિવારને તેના ઘરેથી જ સુકો અને ભીનો કચરો અલગ કરીને આપવા માટે અપિલ કરી છે.

GMC Garbage awareness

ભારતમાં આ દિશામાં સફળતા મેળવવા માટે કેન્દ્ર સરકારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (GMC Garbage awareness) રૂલ્સ નામનો કાયદો વર્ષ 2016થી અમલી કરાયો છે. આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘એક પગલું સ્વચ્છતા તરફ’નો નારો તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો છે. ઉપરોક્ત કાયદામાં કચરો ઉત્પન્ન કરનાર દ્વારા જ કચરાને અલગ અલગ એકત્ર કરવા અને સંગ્રહ કરવાની વાત અત્યંત સ્પષ્ટતાથી જણાવવામાં આવેલી છે.

Whatsapp Join Banner Guj

કચરાનું વર્ગીકરણ નહીં કરનારની સેવાઓ સ્થગિત કરી શકાય છે
ગાંધીનગરને સ્વચ્છ રાખીને પર્યાવરણને સુરક્ષિત કરવા તંત્ર દરરોજ દરેક ઘરે કચરા ગાડી મોકલીને 100 ટનથી વધુ કચરો એકત્ર કરે છે. તેના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ઉત્પત્તિના સ્થળેથી જ કચરાને અલગ કરવામાં આવે તે અનિવાર્ય છે. હાલમાં તે અંગે તંત્રના અધિકારી દરેક ઘરે જઇને સમજ આપીને સહકાર માગી રહ્યાં છે. આગામી દિવસોમાં દરેક પરિવાર દ્વારા જ જો કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન તેવા ઘરેથી કચરો લઇ જવાની સેવા સ્થગિત કરી શકે છે.