PV siddhu 600x337 1

PV Sindhu: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય મહિલા

PV Sindhu: પીવી સિંધુ એ ટોક્યો ઓલિમ્પિક માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે

ખેલ ડેસ્ક, ૦૧ ઓગસ્ટ: PV Sindhu: પીવી સિંધુ એ ટોક્યો ઓલિમ્પિક માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે ચીનની હી બિંગ જિયાઓ ને હરાવ્યા બાદ આ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીત સાથે પીવી સિંધુ સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. ભારતીય સ્ટાર શટલરે અગાઉ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: GMC Garbage awareness: ગાંધીનગરના દરેક ઘરમાંથી સુકો અને ભીનો કચરો અલગ કરીને જ આપવામાં આવે: મ્યુનિસિપલ કમિશનરની ઘરે ઘરે પત્ર પાઠવીને અપિલ

પીવી સિંધુ (PV Sindhu) નો બ્રોન્ઝ મેડલ ટોક્યો ઓલિમ્પિક માં ભારતનો બીજો મેડલ છે. ભારતે ટોક્યોમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ દ્વારા પ્રથમ મેડલ મેળવ્યો હતો. બોક્સર લવલીના પણ ફાઇનલમાં પહોંચી છે. તે હવે ગોલ્ડ મેડલના મુકાબલામાં ઉતરશે. જો તે આ મેચ જીતી નહીં શકે તો પણ તે સિલ્વર મેડલ સાથે દેશ પરત ફરશે.

છેલ્લી કેટલીક મેચોમાં સાવધાનીપૂર્વક રમનાર પીવી સિંધુએ બિંગ ઝીઓ સામે આક્રમક રમત દર્શાવી હતી અને જબરદસ્ત સ્મેશ ફટકાર્યા હતા. ભારતીય શટલરને પણ આનો ફાયદો મળ્યો અને તેણે શરૂઆતથી જ આગેવાની લીધી. સિંધુએ બિંગ ઝિયાઓની જમણી બાજુએ મોટાભાગના સ્મેશ રમ્યા, જેથી તેણીએ બેકહેન્ડ પરત કરવું પડ્યું. હી બિંગ ઝીઓ વિશે વાત કરીએ તો, તે નેટમાં સારું રમી, પરંતુ એકંદર રમતમાં પાછળ પડી ગઈ.

દેશ-દુનિયા ની ખબરો પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહીં ક્લિક કરો