Gold seized from Surat airport

Gold seized from Surat airport: અમદાવાદ DRIની મોટી કાર્યવાહી; સુરત એરપોર્ટથી કરોડોનું સોનું ઝડપાયું

Gold seized from Surat airport: અમદાવાદ DRIએ શારજહાંથી લવાતા 25.26 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું

અમદાવાદ, 10 જુલાઈઃ Gold seized from Surat airport: અમદાવાદ DRI દ્વારા મોટી કાર્યવાહી કરી દાણચોરીથી દેશમાં ઘુસાડવામાં આવતા 48.20 કિલો સોનાની હેરાફેરી પકડી પાડી હતી. DRIની તપાસ દરમિયાન શારજહાંથી સુરત એરપોર્ટ પર સોનું આવતું હોવાની બતમીને પગલે DRI સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં તપાસના ચક્રોગતિમાન કરી શારજહાંથી લવાતા 25.26 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ DRI દ્વારા સુરત એરપોર્ટથી 3 મુસાફરોને દબોચી લેવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરો પાસેથી 99 ટકા શુદ્ધ સોનું ઝડપાયુ હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઈમિગ્રેશન પહેલા શૌચાલયમાં સોનું છુપાવી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વધુમાં દાણચોરીના ઈરાદે 5 બ્લેક બેલ્ટમાં સોનું છુપાવ્યુ હોવાનો પણ પર્દાફાશ થયો છે. હાલ સમગ્ર પ્રકરણ ઉઘાડું પડતા DRIએ કસ્ટમ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે સોના તરફ ભારતીયો હંમેશાં આકર્ષાયા છે અને સોનાના દીવાના રહ્યા છે. ત્યારે સોના પર ભારતમાં 18 ટકા જીએસટી લાગતો હોવાથી દાણચોરીનું દૂષણ વક્રી રહ્યું છે અને ઘણા લોકો વિદેશથી દેશમાં સોનુ ઘૂસાડવા પ્રયાસ કરે છે જોકે છાશવારે સુરક્ષા એજન્સી દ્વારા આવા લોકોના ઈરાદાઓને સફળ થવા દેવામા આવતા નથી. જેમાં વધુ એક વખત સફળતા સાંપડી છે.

આ પણ વાંચો… Sawan Somvar 2023: આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, જાણો શું હોય છે મહત્વ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો