kareena instagram

Good news: કરીના કપૂરે આપ્યો દીકરાને જન્મ, બીજી વખત બની માતા

Good news

બોલિવુડ ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય દિવસોથી કરીના કપૂર પોતાના આવનારા બાળકને લઇને ચર્ચામાં હતી. જેને લઇને સારા સમાચાર (Good news) છે, જી હાં કરીના કપૂર ખાને પોતાના બીજા બાળકને જન્મ આપ્યો છે. 21 ફેબ્રુઆરી, રવિવારે સવારના સમયે કરીનાએ બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ સાથે જ પટૌડી પરિવારમાં ફરી એક વખત આનંદની કિલકારીઓ ગુંજી ઉઠી છે. માતા કરીના અને પિતા સૈફ પોતાના ઘરમાં આવેલા આ નવા મહેમાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે રાતના સમયે જ બ્રીચ કૈન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. કરીના કપૂરના પરિવારના અનેક સદસ્યો આ ખુશબર બાદ હોસ્પિટલમાં જમા થવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં કરીનાએ પોતાના ચાહકો સાથે પોતે ગર્ભવતી હોવાના સમાચાર શેર કર્યા હતા. સૈફ અને કરીનાએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આ ખુશખબર આપી હતી. ગત વર્ષે ઑગષ્ટ મહિનામાં સૈફ-કરીનાએ કહ્યું હતું કે, “અમને આ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અમારા પરિવારમાં એક નવું મહેમાન જોડાશે. અમારા બધા જ શુભચિંતકોની શુભકામનાઓ અને સહયોગ માટે આભાર.”

આ પણ વાંચો…

Election: પિતાપુત્ર બંને જુદાં જુદાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત, બંને એ નિભાવી મતદાનની કરવાની ફરજ