IMG 20200516 WA0006 1

સીએમ વિજય રુપાણી(CM Vijay Rupani)નો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, રાજકોટ જઇ મતદાન કરશે!

CM Vijay Rupani

ગાંધીનગર, 21 ફેબ્રુઆરીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી(CM Vijay Rupani) આજે રવિવારે તા.ર૧ ફેબ્રુઆરી-ર૦ર૧ના રાજ્યમાં મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણીના મતદાન અન્વયે પોતાના મતદાન માટે બપોર બાદ રાજકોટ જશે. મુખ્યમંત્રી હાલ યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદમાં કોવિડ-19 કોરોનાની સારવાર હેઠળ છે

આજે કરવામાં આવેલો તેમનો કોરોના ટેસ્ટ RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મુખ્યમંત્રી રાજ્ય ચૂંટણી આયોગે બહાર પાડેલી કોવિડ-19 પોઝિટીવ-શંકાસ્પદ-કવોરેન્ટાઇન દર્દીઓ-મતદારો માટેની મતદાન માર્ગદર્શિકાનું તકેદારીરૂપે ચુસ્તપણે પાલન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Whatsapp Join Banner Guj


તદઅનુસાર મુખ્યમંત્રી આજે રવિવાર તા.ર૧ ફેબ્રુઆરીએ મતદાનના છેલ્લા કલાક એટલે કે પ થી ૬ વાગ્યા દરમ્યાન સાંજે 5.15 કલાકે મતદાન માટે જશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સીએમ વિજય રુપાણીએ હોસ્પિટલમાંથી ગુજરાત વાસીઓને ભાજપને વોટ આપવાની અપીલ કરતો વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યો હતો.

આ પણ વાંચો…

Good news: કરીના કપૂરે આપ્યો દીકરાને જન્મ, બીજી વખત બની માતા