9ccc11fe 7855 468a a42a 6eda913e38d7

Gov. yojna information camp: સરકારી યોજનાઓના લાભ અને માહિતી માટે જામનગરમાં કેમ્પ નું આયોજન કરાયું

Gov. yojna information camp: વ્યવસાય સરળતાથી કરી શકે તે હેતુ થી રૂપિયા દસ હજાર ની વર્કિંગ કેપિટલ લોન આપવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અમલ માં મૂકવામાં આવી

જામનગર, 11 નવેમ્બરઃ Gov. yojna information camp: જામનગરના શહેરી ફેરિયા પોતાનો વ્યવસાય સરળતાથી કરી શકે તે હેતુ થી જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાસ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓએ લાભ લીધો હતો

 જામનગર ના શહેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય સરળતાથી કરી શકે તે હેતુ થી રૂપિયા દસ હજાર ની વર્કિંગ કેપિટલ લોન આપવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અમલ માં મૂકવામાં આવી છે જે અંતર્ગત જામનગર ના દરબાર ગઢ વિસ્તાર માં ત્રણ દિવસ માટે લોન કેમ્પ નું આયોજન જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

જેમાં અસંગઠીત શ્રમિકો જેવા કે બાંધકામ,ખેતીકામ, માછીમારીમ આંગણવાડી કાર્યકરો, ફેરિયાઓ, દૂધ મંડળીઓ ના સભ્યો, સખી મંડળ ના સભ્યો, ઘરકામ કરતાં શ્રમિકો, દુકાન કામ કરતાં શ્રમિકો જેવા તમામ લોકો ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવીને આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતા ના કિસ્સા માં એક વર્ષ માટે રૂપિયા 2 લાખ સુધી ના તેમજ આંશિક અપંગતતા ના કિસ્સા માં એક વર્ષ માટે રૂપિયા 1 લાખ ની સહાય મેળવવામાટે હકદાર બને છે.

ઉપરાંત 10 હજાર ની લોન નો લાભ મેળવવા જરૂરી ડૉક્યુમેન્ટ ના આધારે કેમ્પ દ્વારા લાભ મેળવવા મદદરૂપ બને છે આ કેમ્પ માં 600 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે.

આ પણ વાંચોઃ Jalaram bapa jayanti: છોટી કાશી જામનગરમાં સાત બાય સાત ફૂટનો રોટલો પૂજ્ય જલારામબાપાને ધરાવવામાં આવ્યો

Whatsapp Join Banner Guj