f90f03e1 e17a 4ed2 af42 91f9ddb72f3d

Jalaram bapa jayanti: છોટી કાશી જામનગરમાં સાત બાય સાત ફૂટનો રોટલો પૂજ્ય જલારામબાપાને ધરાવવામાં આવ્યો

Jalaram bapa jayanti: આજે જામનગર શહેરમાં પણ જલારામ જન્મજયંતિની વિશેષ ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી

જામનગર, 11 નવેમ્બરઃ Jalaram bapa jayanti: આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતીની સર્વત્ર ઉજવણી થઇ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આજે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે,  આજે જામનગર શહેરમાં પણ જલારામ જન્મજયંતિની વિશેષ ઉજવણી ભાવપૂર્વક કરવામાં આવી રહી છે.જામનગર નજીક હાપા ખાતે જલારામ મંદિર આવેલ છે.

જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા વર્ષ ૨૦૦૫માં સાત બાય સાત ફૂટનો વિશાળ રોટલો બનાવવામાં આવેલ જેને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું, તે ફરી આજે સાત બાય સાત ફૂટનો મહાકાય રોટલો બનાવી અને હાપા જલારામ મંદિર ખાતે દર્શન માટે મુકવામાં આવ્યો છે. અને સાંજે આ રોટલો શોભાયાત્રામાં પણ મુકવામાં આવશે અને તે બાદ લોકોને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Corona Vaccine Doze: AMCએ કરી મોટી જાહેરાત, શહેરમાં હરવા-ફરવા માટે બંને ડોઝ ફરજીયાત- વાંચો વિગત 

Whatsapp Join Banner Guj