75ec4933 f6ef 4e57 af84 d459bbb6f2bb

Donation at Ambaji: દિવાળી સિઝનમાં અંબાજી મંદિર ખાતે કુલ 96.36 લાખનું દાન મંદિરને મળ્યુ

Donation at Ambaji: અંબાજી મંદિર ને 67.19 લાખ છુટક ભંડાર માં જ્યારે 22.61 લાખ ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 લાખ માતાજી ની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખ નું દાન મંદિર ને દિવાળી સિઝન માં મળ્યુ

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 11 નવેમ્બરઃ Donation at Ambaji: ગત્ત વર્ષે કોરોના મહામારી ને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યુ હતુ. તેજ રીતે સતત દોઢ વર્ષ સુધી લોકો કોરોના મહામારી ના પ્રકોપ નાં કારણે પોતાના વિસ્તાર માં જ ભરાઈ રહ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે કોરોના ની એસ.ઓ.પી માં સરકારે છુટ છાટ આપતાં લોકો ધાર્મીક સ્થાનો ઉપર ઉમટ્યાં હતા. શક્તિપીઠ અંબાજી માં પણ દિવાળી નાં તહેવારો માં શ્રદ્ધાળુંઓ નો ભારે જમાવડો જોવા મળ્યો હતો.જોઈએ અંબાજી મંદિર ની ગાનભેટ ની આવક ઉપર એક વિશેશ અહેવાલ………..

દિવાળીનાં દિવસ થી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ લોકો વિવિધ સ્થળો ની મુલાકાત લઇ કોરોના મહામારી ને ભુલવાનો પ્રયાસ કર્યો હોય તેવું જોવા મળ્યુ હતુ. જોકે શક્તિપીઠ અંબાજી મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારી ને લઇ બંધ રહ્યુ હતુ. જેને લઇ મંદિર ની આવક માં પણ મોટી ખોટ પડી હતી.

ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓ નો ઘોડાપુર ઉમટી પડતાં દાન ભેટ નાં ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા. સતત દિવાળી નાં તહેવારો બાદ આજે યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર નાં ભંડાર માં આવેલી દાનભેટ ની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે વહેલી સવાર થી શરૂ કરાતાં મોડી સાંજ સુધી આ ગણતરી ચાલી હતી ને માતાજી નું ભંડાર ગણવા 80 જેટલાં મંદિર ટ્રસ્ટ નાં વિવિધ કર્મચારીઓ ભંડારાની ગણતરી માં લાગ્યા હતા. સાથે નોટો ગણવાં મશીન નો પણ ઉપયોગ કરાયો હતો.

મોડી સાંજ સુધી ચાલેલી આ ગણતરી માં દિવાળી ની સિઝન દરમીયાન મંદિર ટ્રસ્ટ ને રૂપીયા 96.36 લાખ રૂપીયા જેટલી માતબર રકમ નું દાન શ્રદ્ધાળુંઓ દ્વારા મંદિર નાં ભંડાર માં નખાયુ હતુ. જેમાં 67.19 છુટક ભંડાર માં જ્યારે 22.61 ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 માતાજી ની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખ નું દાન મંદિર ને દિવાળી સિઝન માં મળ્યુ છે. જ્યારે અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની પણ કામગીરી માટે સોના નું દાન સ્વીકારાઇ રહેલું છે ત્યારે દિવાળી ની સિઝન માં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે મંદિર ટ્રસ્ટ ને દિવાળી ની સિઝન દરમીયાન 119 ગ્રામ સોનું તેમજ 2032 ગ્રામ ચાંદી નું દાન(Donation at Ambaji) પણ મંદિર માં ચઢાવાયું હતુ.

આ પણ વાંચોઃ Gov. yojna information camp: સરકારી યોજનાઓના લાભ અને માહિતી માટે જામનગરમાં કેમ્પ નું આયોજન કરાયું

અંબાજી મંદિર ટ્રસ્ટ માં મોટી ભાગે ખોટી ચાંદી નાં દાગીના પણ મોટી સંખ્યા માં આવતાં હોય છે. ને પ્રસાદ પુજાપા નાં વેપારીઓ વિવિધ પ્રકાર ની ચાંદી ની ખોટી ખાખરો યાત્રીકો ને આપતાં હોય છે તે પણ મોટી માત્રા માં મંદિર માં ભરાવો થવા પામેલ છે. જે સાચી ચાંદી ના બદલે ખોટી ચાંદી ની ખાખર આવતાં મંદિર ટ્રસ્ટ ને મોટી નુકશાની નો સામનો કરવો પડે છે. એટલુંજ નહીં અંબાજી મંદિર માં તેટલીજ માત્રા માં પરચુરણ પણ શ્રદ્ધાળુંઓ ભંડાર માં નાખતાં હોય છે. તેનો પણ અંબાજી મંદિર ટ્રસ્ટ માં મોટો ભરાવો થવાં પામેલ છે. ને મંદિર ટ્રસ્ટ પાસે રૂપીયા 70 લાખ જેટલીં પરચુરણ ભેગી થતાં જરૂરીયાત મંદો ને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે.

જોકે અંબાજી મંદિરમાં લાખ્ખો રૂપીયા ની પરચુરણ ભેગી થઇ જવા છતાં આ ચલણી નાણાં ની પરચુરણ બેંકો પણ સ્વિકારતી નથી. ને પોતાની પાસે જગ્યા ન હોવાનું કારણ ધરી હાલ મંદિર ટ્રસ્ટ ને લાખ્ખો રૂપીયા નું નુકસાન આ પરચુરણ થકી થઇ રહ્યુ છે. એક તરફ સરકાર ચલણી સિક્કા સ્વિકારવાં માટે પ્રજા ને દબાણ કરવામાં આવે છે ને ન સ્વીકારે તો કાયદેસર ની ફરીયાદ કરવાં જેવી બાબતો પણ સામે આવતી હોય છે બેંકો આ પરચુરણ ન સ્વીકારે તો તેની સામેપણ પગલા લેવાય તે જરુરી છે ………મંદિર ટ્રસ્ટ માં ભેગી થયેલી લાખ્ખો રૂપીયા ની પરચુરણ બેંકો ન સ્વિકારવા પાછળ શું કારણ હોઇ શકે કે બાબત સ્પષ્ટ કરવી જોઇએ ને પરચુરણ નો નિકાલ કરાવવો જોઇએ….

  • અઁબાજી મંદિરમાં લાખ્ખો રૂપીયા ની પરચુરણ ભેગી થઇ જવા છતાં આ ચલણી નાણાં ની પરચુરણ બેંકો પણ સ્વિકારતી નથી
  • દિવાળી ની સિઝન દરમીયાન 199 ગ્રામ સોનું તેમજ 2032 ગ્રામ ચાંદી નું દાન પણ મંદિર માં ચઢાવાયું
  • ભંડાર ગણવા 80 જેટલાં મંદિર ટ્રસ્ટ નાં વિવિધ કર્મચારીઓ ભંડારાની ગણતરી માં લાગ્યા
  • નોટો ગણવાં મશીન નો પણ ઉપયોગ કરાયો
  • વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ લોકો વિવિધ સ્થળો ની મુલાકાત લઇ કોરોના મહામારી ને ભુલવાનો પ્રયાસ કર્યો
  • ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓ નો ઘોડાપુર ઉમટી પડતાં દાન ભેટ નાં ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા
Whatsapp Join Banner Guj