Holi 2021

હોળી-ધૂળેટી પર્વની ઉજવણી પર સરકાર(government)ની બાજ નજરઃ જાહેર કરી ગાઇડલાઇન, નિયમોનું પાલન નહીં કરો તો મુશ્કેલીમાં થશે વધારો

government

ગાંધીનગર,28 માર્ચઃ રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરને પણ ઘાતક વાયરસે પોતાના કાળમુખા પંજામાં ઘેર્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત રેકોર્ડ બ્રેક નવા કેસો નોંધાઈ રહ્યા છે. રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વ છે. ઉજવણી કરવામાં આવશે. હવે હોળી ધૂળેટીની ઉજવણી પર સરકાર(government)ની બાજ નજર છે.

ADVT Dental Titanium

સત્તા મળી અને હોદ્દાઓની વહેંચણી થતાની સાથે જ ફરી એક વખત કોરોના સંક્રમણની ચિંતા સતાવતી હોય તેમ હોળી અને ધૂળેટી પર્વની તમામ ઉજવણીઓ ઉપર પાબંદી મુકતો પરીપત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શનિવારે કરવામાં આવ્યો છે.બે દિવસ માટે સરકાર(government)ની ગાઈડલાઈનના ઓથા હેઠળ તમામ કલબો.સ્વીમીંગ પુલ, પાર્ટી પ્લોટો અને મંદિર તથા હવેલીઓમાં પર્વ નિમિત્તે ઉજવવામાં આવતા તમામ કાર્યક્રમો ઉપર પાબંદી લગાવી દેવામાં આવી છે

Whatsapp Join Banner Guj

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 28 માર્ચ રવિવાર અને 29 માર્ચ સોમવારના રોજ શહેરમાં જે પ્રવૃત્તિ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.નીચે મુજબ છે.

  • પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે.
  • . સમાજની વાડીમાં કરવામાં આવતા ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવાના રહેશે.
  • . મોટા મંદિરો-હવેલીઓમાં ફુલ-કલરથી કરવામાં આવતાં ઉત્સવો બંધ રાખવાના રહેશે.
  • જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં.
  • તમામ કલબો સદંતર બંધ રહેશે.
  • તમામ સરકારી અને ખાનગી સ્વીમીંગ પુલો બંધ રહેશે.
  • મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં મોટી સંખ્યામાં ટોળા વળી પાણી કે કલર વડે હોળી રમવાની કરવામાં આવતી ઉજવણી બંધરાખવાની રહેશે.

આ પણ વાંચો…

જાણો હોલિકા દહન(Holika dahan)નું મુહૂર્ત સાથે હોલિકાની અગ્નિ શું સંદેશ આપે છે?