જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને લઈને ગ્રેઈન માર્કેટ વેપારી એસો. દ્વારા સતર્કતા

વેપારી એસોસીએશન દ્વારા જામ્યુકો ના સહયોગ થી આજે વેપારીઓ અને શ્રમિકો ના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી

રિપોર્ટ:જગત રાવલ

જામનગર શહેરમાં કોરોના ના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઈને ગ્રેઇન માર્કેટ વેપારીના એસોસિયેશન દ્વારા સતર્કતા દાખવી છે, અને મહાનગરપાલિકા ના સહકાર થી ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આજે કોરોના રેપિડ ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુદા-જુદા બે સ્થળોએ ટેસ્ટિંગ ની પ્રક્રિયા દરમિયાન ૮૦ થી વધુ લોકોના ટેસ્ટ કરી લેવાયા છે, જ્યારે સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રખાઇ છે.

જામનગરના ધી સિડ્ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ તેમજ માનદ મંત્રી લહેરીભાઈ દ્વારા ગ્રેઇન માર્કેટ વિસ્તારના વેપારીઓ તેમજ ગ્રેઈન માર્કેટમાં કામ કરતા શ્રમિકો ના કોરોના રેપિડ ટેસ્ટ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટીમની મદદથી ગ્રેઈન માર્કેટ માં જુદા જુદા બે સ્થળોએ, જેમા (૧) ખાંડ બજારમાં ભરતકુમાર એન્ડ કંપની ની ઓફિસમાં તેમજ (૨), કસ્ટમ હાઉસ ત્રણ દરવાજા પાસે ટેસ્ટિંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

Corona test JMC 5

આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી કોરોનાના રેપિડ ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરાઇ છે. તબીબોની જુદી જુદી પાંચ ટુકડીઓ દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૮૦ થી વધુ લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લીધા હતા. ઉપરાંત સાંજે પાંચ વાગ્યા સુધી આ પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવી છે.