Sajia Malek

GSEB 12th Science results 2023: નરોડા ગામ હત્યાકાંડમા ઘર-બાર ગુમાવી ચુકેલા વકીલની પુત્રીનું ગૌરવ, વાંચો…

GSEB 12th Science results 2023: ધો-12 સાયન્સમા 96.62 પર્સનટાઇલ સાથે સાજીયા મલેક ઉત્તીર્ણ

અમદાવાદ, 02 મેઃ GSEB 12th Science results 2023: શહેરના રામોલ વિસ્તારમાં રહેતા અને વર્ષ 2002મા નરોડા ગામ હત્યાકાંડમાં પોતાનુ સર્વસ્વ ગુમાવી ચુકેલા વકીલ સાદીક મલેકની પુત્રી સાજીયા મલેકએ ધો-12 સાયન્સમાં 96.62 પર્સનલટાઇલ સાથે ઉત્તીર્ણ થતાં મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યુ છે.

આજે ધો-12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ઠેર-ઠેર પરિણામની ચર્ચા ચાલી રહી છે. ત્યારે એક મુસ્લિમ વિધાર્થીની સાજીયા મલેક જેના પિતાએ વર્ષ 2002માં નરોડા ગામ હત્યાકાંડમાં ર્સ્વસ્વ ગુમાવી દીધું હતું. નરોડા ગામ છોડીને રામોલ ખાતે રહેવા જતા રહ્યા હતા.

મેટ્રોકોર્ટ માં વકીલાત કરતા સાદીક મલેકની પુત્રી સાજીયા મલેકએ ધો-12 સાયન્સ બોર્ડમા 96.62 પર્સનલાઇલ સાથે ઉત્તીર્ણ થતાં તેના પિતાના આંખમાં જોવા મળી હતી. પિતાનું સપનું પુત્રીને ડોક્ટર બનાવવાનો છે. ગરીબ-મધ્યમ વર્ગના અને સમાજના લોકોની સેવા કરવા માટેનું સપનું છે.

આ પણ વાંચો… Mehsana-Patan special train extended: મહેસાણા-પાટણ સ્પેશિયલ ટ્રેનને ભીલડી સુધી લંબાવાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો