Rain

Gujarat rain update: આગામી 5 દિવસ વરસાદની આગાહી, ભારે પવન સાથે આ વિસ્તારમાં વરસશે મેઘરાજા

Gujarat rain update: ગુજરાતમાં ખાસ કરીને આગામી 5 દિવસ માવઠાની અસર જોવા મળી શકે છે.

અમદાવાદ, 02 મેઃ Gujarat rain update: ક્લાયમેટચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે તેની અસર હવામાન પર વર્તાઈ રહી છે. આગામી 5 દિવસમાં ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદના કારણે સતત ખેડજૂતકોના પાકને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે. 

આવતીકાલે આ વિસ્તારોમાં વરસાદની આગાહી 

  • દાહોદ, પંચમહાલ અને ડાંગમાં આવતીકાલે કમોસમી વરસાદ પડી શકે છે. 
  • સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 
  • ઉત્તર ગુજરાતમાં બનાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને આગામી 5 દિવસ માવઠાની અસર જોવા મળી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આ 5 દિવસો દરમિયાન પડશે.

ઉત્તર ગુજરાતમાં બનાકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ જોવા મળી શકે છે. ક્લાઈમેટચેન્જના કારણે વાતાવરણાં પલટો આવી રહ્યો છે ત્યારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. કેરી સહીતના બાગાયતી પાકને તેના કારણે નુકસાનની ભિતી સેવાઈ રહી છે. 

આ પણ વાંચો… Sharad Pawar resign: શરદ પવારે NCPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, કહી આ વાત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો