GTU office

GTU Give 2 Option: GTUની પરીક્ષામાં ઓનલાઇન અને ઓફલાઈન એમ બે વિકલ્પ આપવા અભિયાન શરૂ- વાંચો વિગત

GTU Give 2 Option: GTU એ આગામી ૧૫ તારીખ થી પરીક્ષા યોજવાનું જાહેર કરવામાં આવ્યું

અમદાવાદ, 06 ફેબ્રુઆરીઃ GTU Give 2 Option: તા.૨૧ મી જાન્યુઆરી થી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માં પરીક્ષા યોજાવાની હતી.પરંતુ અનેક રજુઆતો અને વિદ્યાર્થીઓ ના સ્વાસ્થ્ય ને ધ્યાને રાખી GTU દ્ધારા પરીપત્ર જાહેર કરી આ યોજાનારી પરીક્ષા ને આગામી આદેશ સુધી મોકુફ રાખવા જણાવ્યું હતું.


GTU એ આગામી ૧૫ તારીખ થી પરીક્ષા યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.જેને લઈને ધણા વીદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી કે અન્ય યુનિવર્સિટી ના જેમ પરીક્ષા માં ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવા ની માંગો કરી રહ્યા છે.આ બાબતે ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિયેશન (સ્ટુડન્ટ કમિટી) ના પ્રમુખ તેમજ NSUI ના વીદ્યાર્થી નેતા મેહુલ પંચાલ દ્ધારા આ બાબતે સમર્થન જાહેર કરી GTU ના કુલપતિ ડો.નવીન શેઠ તેમજ GTU ને પત્ર લખી પરીક્ષા માં ઓનલાઇન અને ઓફલાઈન વિકલ્પ આપવા અથવા કોરોના સંક્રમિત વીદ્યાર્થીઓ માટે વિશેષ આયોજન કરવાની માંગ કરી છે.


NSUI અને વીદ્યાર્થીઓ એ સાથે મળીને ટ્વીટર પર #GtuonlineExam #gtugive2option #mehulpanchal4students ટ્વીટ કરી ટ્રેન્ડ માં લાવી રહ્યા છે. સાથોસાથ કોરાના ના સમયમાં વીદ્યાર્થીઓ ઓનલાઇન ભણ્યા હોવાથી પરીક્ષા પણ બંને મોડ માં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Indian team wears black arm bands to mourn death of Lataji: લતાજીને ટીમ ઈન્ડિયાની શ્રધ્ધાંજલિ, કાળી પટ્ટી પહેરી ખેલાડીઓ મેચ રમવા ઉતર્યા

Gujarati banner 01