ATS Arrest Terrorist edited

છેલ્લા ૨૫-વર્ષથી વોન્ટેડ આતંકવાદીને પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ.

Gujarat ATS catches wanted terrorist for last 25 years

અમદાવાદ, ૨૭ ડિસેમ્બર: વર્ષ ૧૯૯૭ ના ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પ્રજાસ્તાક દિનની ઉજવણી
દરમ્યાન આતંકવાદ અને ભાંગફોડની પ્રવૃતિને અંજામ આપવા માટે પડોશી દેશની કુખ્યાત એજન્સીના ઇશારે અંડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમે પાકિસ્તાનથી

  1. પાકીસ્તાન બનાવટની ઓટોમેટીક સ્ટાર પીસ્ટલો નંગ ૧૧૫ તથા ચાઈનીઝ બનાવટની પીસ્ટલો નંગ ૧૫ મળી કુલ ૧૨૫ પીસ્ટલો
  2. મેગજીન ૧૧૩
  3. ૭૫૦ કાર્ટીજો
  4. ૪ કિલો. આર.ડી.એકસ.
  5. ડીટોનેટર નંગ ૧૦

વિગેરે આશરે અઢી કરોડની કિંમતના વિસ્ફોટક પદાર્થો ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ઉપયોગ માં લેવા દાઉદે તેના સાગરીતો દ્રારા રાજસ્થાન બાડમેર બોર્ડરથી મોકલેલ હતા જે મહેસાણા હાઇવે પાસે ગુજરાત પોલીસ દ્રારા પકડી પાડવામાં આવેલ હતા અને જે અંગે મહેસાણા પોલીસ સ્ટેશન માં તા.૨૩/૧૨/૧૯૯૬ ના રોજ ફસ્ટ ગુ.ર.નં.- ૪૪૯/૯૬ ઇ.પી.કો. કલમ ૧૨૦(બી), ૧૨૧, ૧૨ર૧એ,૧૨૨, ૧૨૩ આર્મ્સએકટની કલમ ર૫(૧)(એ- એ) તથા એકસ્પ્લોઝીવએકટ કલમ ૪(બી), પ(બી) કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને જે તે વખતે આરોપી નામે પઠાણ મહોમદ ફઝલ મહોમદ હરનાત રહે. ડુંગરપાડા, અજમેર, રાજસ્થાન બાદમાં અન્ય બે આરોપી નામે કુરેશીઅનવર ઉર્ફે પપ્પુ અખ્તર ઉર્ફે સલીમ ઉર્ફે ફારૂક ઉર્ફે અનવર ઉલહક રહે. મુંબઇ નાઓ તથા કુરેશી શકીલ ઇબ્રાહીમ, રહે મુમ્બઈ, મુળ બરેલી, યુ.પી વાળાને અટક કરવામાં આવેલ હતા. ગુન્હાની તપાસ દરમ્યાન આ વિસ્ફોટકો તથા મોતનો સામાન ગુજરાત તથા મહારાષ્ટ્ર માં પ્રજાસ્તાક દિનની ઉજવણી દરમ્યાન આતંકવાદ અને ભાંગફોડની પ્રવૃતિને અંજામ આપવા માટે મોકલવામાં આવેલ હતા તપાસ દરમ્યાન દાઉદ ઇબ્રાહિમ તથા અબુ સાલેમ તથા અબ્દુલ મજીદ મહમદ અહેમદ કુટી વિગેરેની સંડોવણી હોવાનુ જણાતા મહેસાણા ચીફ જયુડીસીયલ મેજીસ્ટેટશ્રી નાઓએ આ આતંકવાદીઓને પકડવા સી.આર.પી.સી. કલમ – ૭૦ મુજબના વોરંટ કાઢેલ હતા.

એ.ટી.એસ. દ્રારા ઉપરોકત બાબતે નાસ્તા ફરતા આરોપી અબ્દુલ મજીદ કુટ્ટીની તપાસ હાથ ધરેલ હતી દરમ્યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પટેલ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે ઉપરોકત વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટી હાલમાં પોતાનુ નામ બદલી મોહમદ કમાલ ૮/૦ મોહમદ હારૂનરસીદ રહે ઘર નં.- ૭૧૧૨, બરી નગર, ટેલકો મસ્જીદ પાસે જમસેદ પુર, ઝારખંડ ખાતે રહે છે જેથી તુરત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમ બનાવી નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ક.પટેલતથા ટીમના અધિકારીઓએ જમસેદપુર જઇ ઉપરોકત વોન્ટેડ આતંકવાદીને પકડી પાડેલ છે. મજકુર આરોપીને અત્રે લાવી પ્રાથમિક પુછ-પરછ કરતા પોતે આ ગુન્હામાં

વોન્ટેડ હોવાનુ કબુલેલ છે.

મજકુર આરોપી અબ્દુલ મજીદ મહમદ અહેમદ કુટ્ી ઉર્ફે મોહમદ કમાલનો જન્મ બોમ્બે માહીમ ખાતે ૧૯૬૨ માં થયેલ છે અને ધોરણ ૧૦ સુધી નો અભ્યાસ બોમ્બે કરેલ છે તેના પિતાજીને મેડીકલ સ્ટોર હતો તેમજ તેના પિતાજીનુ ૧૯૭૮ મા અવશાન થતા પોતે અબ્દુલ મજીદ કુટી ના નામનો પાસપોર્ટ બનાવી દુબઈ ગયેલ હતો ત્યાં ૧૯૮૪ સુધી રોકાયેલ હતો પોતે ત્યાં અલ્યુમીનીયમ સેક્શન મા ગ્લાસ ફીટીંગનુ કામ કરતો હતો તે બાદ બોમ્બે પરત આવેલ અને આ વખતે બોમ્બે મોહમદ અલી રોડ પર પોતાની જમાત આવેલ હોય ત્યાં પોતાની અવરજવર હોય અનીસ ઇબ્રાહીમ, દાઉદ ઇબ્રાહીમ, અબુ સાલેમ, મોહમદ ડોસા, મુશ્તુફા ડોસા, છોટા સકીલ, ટાઈગર મેમણ વિગેરે અંન્ડરવલ્ડ ના માણસો સાથે પરીચય માં આવેલ હતો અને પોતે આ લોકો સાથે રહી નાના મોટુ સોના ના સ્મગ્લીંગનુ કામ કરતો હતો અને કસ્ટમ ચોરી નુ કામ કરતો હતો અને દુબઈ આવ-જા કરતો હતો, દરમ્યાન ૧૯૯૬ માં પોતે દુબઈ મા હતો ત્યારે અબુ સાલેમ મળેલ હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર માં પ્રજાસતાક દિવસ માં ત્રાસવાદી કૃત્યને અંજામ આપવા, અબુ સાલેમ એમને એક્સ્પ્લોજિવ અને હથિયાર ની ડીલીવરી અજમેર ખાતે થી લેવા જણાવેલ. ત્યારબાદ હથીયારની ડીલીવરી લેવા માટે પોતાના માણસ મોહમદ ફઝલ કે જે અજમેર ખાતે રહેતો હતો તેને આ ડીલીવરી લેવા મોકલેલ હતો.

દરમ્યાન પોતાને અબુ સાલેમે જાણ કરેલ કે ગુજરાતમાં હથીયારો ની ડીલીવરી દરમ્યાન પોલીસે આ હથીયારો પકડી લીધેલ છે મારો માણસ નાસી ગયેલ છે જ્યારે તારો માણસ પકડાઈ ગયેલ છે જેથી હું ત્યાંથી નાસી ને બેંગકોક જતો રહેલો હતો અને ૧૯૯૯ સુધી ત્યાં રહી પરચુરણ કામ કરતો હતો દરમ્યાન પોતાને પોરબંદર ના મમુમિયાં સાથે ઓળખાણ થયેલ અને પોતે તેની સાથે સોનાનું સ્મગ્લીંગનુ કામ કરવા લાગેલ તેમજ આ વખતે પોતાને મોહમદ ઈનામ અલી નામનો માણસ કે જે જમશેદપુર નો રેહવાસી હતો તેની સાથે પણ ઓળખાણ થયેલ અને પોતે તેને પોતાનો બીજા કોઈના નામનો પાસપોર્ટ બનાવવાનુ કહેતા તેણે એક એજ્ન્ટ મારફતે મારો મોહમદ કમાલ ના નામ નો પાસપોર્ટ પટનાથી બનાવડાવી આપતા પોતે આ પાસપોર્ટ ઉપર દુબઈ થી મલેશીયા જતો રહેલ હતો અને ત્યાંજ રહેતો હતો પોતે મલેશીયામાં કુઆલાલમ્પુર માં રહેતો હતો અને કાપડનો વેપાર કરતો હતો પોતે ૨૦૧૯ ના મે મહીના માં ભારતમાં આવી જમશેદપુર ખાતે ઉપરોક્ત સરનામે રહેતો હતો.

ઉપરોક્ત ગુનામાં પકડાયેલ 3 આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદ ની સજા તથા એક લાખ રુપીયા નો દંડ કરવામાં આવેલ છે. મજકુર આરોપીનો નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોરોના ટેસ્ટ કરાવવાની તથા તપાસની આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. ઉપરોકત આતંકવાદી ની વધુ પુછપરછ કરી આ ગુનન્‍્હાના મુળમાં રહેલ અન્ય આતંકવાદીઓની તથા તેમના મન સુબાઓ અંગેની વધુ વિગતો મેળવવા એ.ટી.એસ. દ્રારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે.


આ પણ વાંચો….

loading…