Gujarat beach close due to heavy rain alert

Gujarat beach close due to heavy rain alert: ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતના 2 ફેમસ બીચ લોકો માટે બંધ કરાયા- વાંચો વિગત

Gujarat beach close due to heavy rain alert: તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો

સુરત, 19 જુલાઇ: Gujarat beach close due to heavy rain alert: ભારે વરસાદ અને તેજ પવનને પગલે સુરતમાં બે ફેમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયા છે. સુરતના ડુમ્મસ અને સુવાલીનો દરિયો લોકો માટે બંધ કરાયો છે. ભારે વરસાદની આગાહીને પગલે દરિયા પર જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. તેમજ સહેલાણીઓ દરિયા પાસે પહોંચી ન જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. 

હાલ સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ 40 થી 50 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જેન પગલે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા સુરતનો ડુમસ બીચ અને હજીરાનો સુવાલી બીચ મુસાફરો માટે બંધ કરાયો છે.

આ પણ વાંચોઃ Monsoon rain Alert : દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી

તો બીજી તરફ, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીમાં સતત પાણી છોડવામા આવી રહ્યુ છે. જેથી નદીમાં પાણીની આવક વધતા તાપી નદીનું જળસ્તર વધ્યુ છે. જેને પગલે કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પાણીમાં જવાથી માંડવી અને બારડોલી તાલુકા વચ્ચેનો સીધો સંપર્ક તૂટ્યો છે. હરિપુરા અને કોસાડી ગામ વચ્ચેનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે.

કોઝવેની બંને તરફ પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને મોટો ચકરાવો લઈને ફરવો પડશે. ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમમાંથી 1.88 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે. 

આ પણ વાંચોઃ 3 terrorists caught: 15મી ઓગસ્ટ પૂર્વે હુમલાને સૈન્યએ નિષ્ફળ બનાવ્યો, ત્રણ આતંકીઓ ઝડપાયા

Gujarati banner 01