3 terrorists caught

3 terrorists caught: 15મી ઓગસ્ટ પૂર્વે હુમલાને સૈન્યએ નિષ્ફળ બનાવ્યો, ત્રણ આતંકીઓ ઝડપાયા

3 terrorists caught: આતંકીઓની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, બોમ્બ સહિતની સામગ્રી મળી આવી

શ્રીનગર, 19 જુલાઇ : 3 terrorists caught: ૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી થાય તે પૂર્વે હુમલા માટે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સક્રિય થઇ ગયા છે. આવો જ એક હુમલો સૈન્ય અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને ત્રણ આતંકી ઝડપાયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. 

એવા અહેવાલો છે કે અમરનાથ યાત્રામાં ખલેલ પહોંચાડવાના ઇરાદાથી આતંકીઓ હુમલો કરવાની ફિરાકમાં હતા. જમ્મુ પોલીસે તાલાબ ખટિકા વિસ્તારમાં એક ઘરમાં છુપાયેલા ત્રણ  આતંકીઓને ઝડપી પાડયા હતા. આ દરમિયાન આતંકીઓની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, બોમ્બ સહિતની સામગ્રી મળી આવી હતી. 

આ પણ વાંચોઃ Lines for petrol at Sri Lanka: શ્રીલંકામાં કટોકટી સ્થિતિ ગંભીર બની, પેટ્રોલ માટે 5 કિમીથી પણ લાંબી લાઈનો-10 દિવસથી ઉભા છે લોકો લાઈનમાં

પકડાયેલા આ આતંકીઓ પાકિસ્તાન દ્વારા ડ્રોનથી જે હથિયારો મોકલવામાં આવતા હતા તેને અન્ય આતંકીઓ પાસે પહોચાડતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા અન્ય બે આતંકીઓ બશીર સિજાન અને અલબટના સંપર્કમાં હતા. બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂંચમાં એલઓસી પાસે જ એક વિસ્ફોટ થયો હતો જેમાં સૈન્યના કેપ્ટન અને એક જેસીઓ માર્યા ગયા હતા. જોકે આ વિસ્ફોટ એક અકસ્માત હોવાનું તપાસમાં સામે આવ્યું છે.   

આ પણ વાંચોઃ Global cooperation needed to regulate ban crypto: ક્રિપ્ટોને લઇ નાણાંમંત્રીનું નિવેદન, કહ્યું- રિઝર્વ બેન્ક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ અંગે મક્કમ છે, વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01