Gujarat Budget

Gujarat budget 2023: વિધાનસભામાં રજુ થયું ગુજરાતનું બજેટ, જાણો કયા વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી હતી…

Gujarat budget 2023: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી: Gujarat budget 2023: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું છે. વિધાનસભાની ચૂંટણી બાદ આ પ્રથમ બજેટ છે. નોંધનીય છે કે ભાજપે ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી ટર્મ માટે ચૂંટાયા હતા.

આ દરમિયાન રાજ્યના નાણામંત્રીએ કહ્યું કે સરકાર વિકાસ યાત્રાના પાંચ સ્તંભો પર આગળ વધી રહી છે. અમારો પ્રથમ આધારસ્તંભ ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. સરકારનું વર્ષ 2023-24નું બજેટ ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયા છે.

આવો જાણીએ બજેટમાં કયા વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી હતી….

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ૧૯,૬૮૫ કરોડની જોગવાઇ

શહેરી વિસ્તારોમાં પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, ઘન કચરાનો નિકાલ, સ્ટ્રીટલાઇટ વગેરે માળખાકિય સગવડોના વિકાસ દ્વારા ગુજરાતના શહેરોના રહેણાંકનું સ્તર ઉત્તરોત્તર સુધારવાની સરકારની નેમ છે. શહેરોના મૂળ વિસ્તાર અને તેની વધારેલી હદમાં આ સગવડોનું આયોજન મૂડીક્ષેત્રે મોટું રોકાણ માંગી લે તેમ છે. વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે માનવ વિકાસ સૂચકાંક સુધારવાના હેતુથી શહેરીક્ષેત્રોની માળખાકિય સગવડો માટે વિભાગના બજેટમાં ૩૭% નો માતબર વધારો સૂચવું છું.

  • મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકિય સુવિધાઓ માટે અમલમાં મુકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે. આ યોજના માટે `૮૦૮૬ કરોડની જોગવાઇ.
  • સ્થાનિક સ્વરાજની શહેરી સંસ્થાઓને નાણાકીય સહાય આપવાની યોજના (ઓક્ટ્રોય નાબૂદી વળતર યોજના) અંતર્ગત `૩૦૪૧ કરોડની જોગવાઇ.
  • અમૃત-૨.૦ અંતર્ગત પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, તળાવોનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે `૧૪૫૪ કરોડની જોગવાઇ.
  • ૧પમા નાણાપંચ હેઠળ આગામી વર્ષ માટે ૧૨૭૪ કરોડની જોગવાઇ.● શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ૧૦૦ ઓવરબ્રીજ/અંડરબ્રીજ બનાવવા માટે૧૧૩૧ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આગામી વર્ષમા ૧ લાખ જેટલા વધુ લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા `૧૦૬૬ કરોડની જોગવાઇ.
  • અંદાજિત ૧૮ હજાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-૧ ની મેટ્રો સેવા કાર્યરત કરવામાં આવેલ છે. જ્યારે ફેઝ-૨ની કામગીરી પ્રગતિમાં છે. અંદાજે૧૨ હજાર કરોડના ખર્ચે બનનાર સુરત મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-૧ અને ફેઝ-૨ની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રોજેકટને રાજ્ય સરકારની સહાય પેટે `૯૦૫ કરોડની જોગવાઇ.
  • સ્માર્ટ સિટી મિશન હેઠળ `૫૪૭ કરોડની જોગવાઇ.
  • શહેરી પરિવહનને વધુ સશકત બનાવવા માટે મુખ્યમંત્રી શહેરી પરિવહન યોજના હેઠળ ૫૦ ટકા વાયેબીલીટી ગેપ ફંડીગ આપવામાં આવે છે. જે માટે ૩૦૦ કરોડની જોગવાઇ.
  • નેશનલ રીવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ સુરતમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે `૨૫૦ કરોડની જોગવાઇ.
  • સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ `૨૬૨ કરોડની જોગવાઇ.
  • નગરપાલિકાઓને વીજબીલ ભરવામાં સહાયભૂત થવા “વિજબીલ પ્રોત્સાહન નિધિ” સ્થાપિત કરવામાં આવશે. જે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
  • મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ ૪૦૦ કરોડના આયોજન સામે જોગવાઇ૧૦૦ કરોડ.
  • દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ `૮૮ કરોડની જોગવાઇ.
  • મહાનગરપાલિકાઓમાં લોકોને હરવા ફરવા માટે રમણીય સ્થળોનું નિર્માણ કરવા નેચર પાર્કનું આયોજન. આ માટે `૮૦ કરોડની જોગવાઇ.
  • અગ્નિશમન વાહનો પૂરા પાડવા અને મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે ૬૬ કરોડની જોગવાઇ.
  • વર્લ્ડબૅન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ૩૪ કરોડની જોગવાઇ.
  • રાજ્યની નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઊભા કરવા માટે `૩૩ કરોડની જોગવાઇ.
  • નગરપાલિકાઓના સુચારુ વ્યવસ્થાપન અને તાંત્રિક કામોના અમલીકરણ, મોનિટરીંગ અને દેખરેખની કામગીરી માટે કમિશ્નરશ્રી મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશનની ટેકનિકલ જગ્યાઓ માટે `૧૮ કરોડની જોગવાઇ.

ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર કાર્યરત એવું આંતરરાષ્ટ્રીય નાણાંકીય સેવાઓનું કેન્દ્ર છે. ભારતની અને વિદેશની નામાંકિત બેંકો, ઇન્શ્યુરન્સ અને રિઇન્શ્યુરન્સ કંપનીઓ, બે આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો અને તેની સાથે મૂડી બજાર સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ ગિફ્ટ સિટી ખાતેથી કાર્યરત છે. તાજેતરમાં, ગિફ્ટ સિટી ખાતે નવી બિઝનેસ ગતિવિધિઓ જેવી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી કાર્યો તથા અન્યને મંજૂરી આપવામાં આવેલ છે.

ગિફ્ટ સિટીમાં કાર્યરત એક્સચેન્જોમાં ૫૦ બિલિયન યુ.એસ.ડોલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટિંગ થયેલું છે. ગિફ્ટ સિટી ખાતે કાર્યરત IFSC ભારતીય કોર્પોરેટ્સને વિદેશી મૂડી બજારમાંથી મૂડી અને ઋણ (ડેટ) મેળવવાની મોટી તક પૂરી પાડે છે.

Gujarat Budget 2023 2

ગિફ્ટ સિટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો ઉદ્દેશ ભારતમાં ફિન-ટેક શિક્ષણ અને સંશોધનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્કયુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંશોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવા માટેનો છે. ગિફ્ટ સિટી માટે `૭૬ કરોડની જોગવાઇ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૧૫,૧૮૨ કરોડની જોગવાઈ

રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્‍શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાહેર આરોગ્ય, પરિવાર કલ્યાણ

  • જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે ૯૨૬૩ કરોડની જોગવાઇ.
  • આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ ૧૭૪૫ કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા ૧૬૦૦ કરોડની જોગવાઇ.
  • ૧૫માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્‍દ્રોની માળખાકિય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે૬૪૩ કરોડની જોગવાઇ.
  • આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી ૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે૩૫૦ કરોડની જોગવાઈ.
  • કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજનાઓ માટે ૩૨૪ કરોડની જોગવાઈ.
  • શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા૨૫૦ કરોડની જોગવાઈ.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવિન મકાન બાંધકામ માટે ૭૧ કરોડની જોગવાઈ.
  • નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત SNCUની સંખ્યામાં ૫૦ નો વધારો કરવામાં આવશે, જે માટે૨૪ કરોડની જોગવાઇ.
  • ૫૦ અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે `૧૨ કરોડની જોગવાઇ.

તબીબી સેવાઓ

  • તબીબી સેવાઓ માટે કુલ ૧૨૭૮ કરોડની જોગવાઇ.
  • પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે ૨૭૦ કરોડની જોગવાઈ.
  • જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ તથા હયાત હોસ્પિટલોના સુદ્રઢીકરણ માટે ૫૭ કરોડની જોગવાઈ.
  • એમ્બ્યુલન્‍સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી ૧૯૮ એમ્બ્યુલન્‍સ વસાવવા માટે૫૫ કરોડની જોગવાઇ.

તબીબી શિક્ષણ અને સંશોધન

  • મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ૩૯૯૭ કરોડની જોગવાઇ.
  • સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે૩૫૫ કરોડની જોગવાઈ.
  • અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે
    ૧૪૫ કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે૧૩૦ કરોડની જોગવાઈ.
  • સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે ૧૧૫ કરોડની જોગવાઈ.
  • મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે૬૫ કરોડની જોગવાઈ.
  • અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
  • નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે ૫ નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.

આયુષ

Gujarat Budget 2023 1
  • આયુષની વિવિધ યોજના માટે ૩૭૭ કરોડની જોગવાઇ.
  • જરૂરી મહેકમ અને સાધન સામગ્રી માટે૧૨ કરોડની જોગવાઇ.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

  • ખોરાક અને દવાઓના નમુનાઓની ચકાસણીની કામગીરી સધન બનાવવા માટે સુરત અને રાજકોટ ખાતે નવી બે પ્રયોગશાળાઓ માટે `૮ કરોડની જોગવાઇ.

ગૃહ વિભાગ માટે કુલ ₹૮૫૭૪ કરોડની જોગવાઇ

રાજ્યના વિકાસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અગત્યની ભૂમિકા ભજવે છે. સરકાર રાજ્યમાં શાંતિ, સલામતી અને સુરક્ષાને જાળવી રાખવા તેમજ તેને વધારે સુદ્રઢ બનાવવા સતત કાર્યરત છે. આ હેતુસર રાજ્ય પોલીસમાં માનવબળ વધારવા, મોર્ડનાઇઝેશન કરવા અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહેલ છે. સુરક્ષા તથા સંકલિત પરિવહન નિયંત્રણ માટે “વિશ્વાસ” પ્રોજેકટ અને દરેક સ્તરે કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટર “ત્રિનેત્ર” કાર્યરત કરી,

રાજ્યની સુરક્ષાને વધારે સુદ્રઢ બનાવાયેલ છે. વાહન અને મોબાઇલ ચોરીના કિસ્સામાં મોબાઇલ મારફત ફરિયાદ થઇ શકે તે માટે e-FIR એપ ચાલુ કરવામાં આવેલ છે. પોલીસ અને રાજ્ય અનામત દળમાં મહિલાઓની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે સંખ્યાબધ પગલા લીધેલ છે. રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

  • પોલીસ જવાનો અને અધિકારીઓ માટે યોગ્ય આવાસની સગવડો પૂરી પાડવા સરકારે તબક્કાવાર પોલીસ આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધરેલ છે. જેના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે ૫૭૦૦ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે ૩૧૫ કરોડની જોગવાઇ.
  • પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે૨૫૭ કરોડની જોગવાઇ.
  • મોડાસા જેલના નિર્માણ માટે ૨૨ કરોડની જોગવાઇ.
  • ૧૫ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે૧૪ કરોડની જોગવાઇ.
  • બોમ્બ ડીટેકશન એન્‍ડ ડીસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમોની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે ૯ કરોડની જોગવાઈ.
  • ઈ-ગુજકોપની કામગીરી અસરકારક અને ઝડપી બનાવવા ટેબ્લેટની ખરીદી કરવા૬ કરોડની જોગવાઇ.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ

કલાઇમેટ ચેન્‍જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૯ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.

  • ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `૮૨૪ કરોડની જોગવાઈ.
  • ૧૦ હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે
  • આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટ ૭ કરોડની જોગવાઈ.
  • ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ૬ કરોડની જોગવાઈ.

કાયદા વિભાગ માટે કુલ ૨૦૧૪ કરોડની જોગવાઇ

છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં ૭૫ ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ ૨૫ સીનીયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે.

  • જુદાજુદા સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે ૨૧૧ કરોડની જોગવાઇ
  • ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે૧૭૯ કરોડની જોગવાઇ.
  • ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે
    ૨૮ કરોડની જોગવાઇ.
  • વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત૫ કરોડની જોગવાઇ.

મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૧૪૦ કરોડની જોગવાઇ

Gujarat Budget 2023 3

જમીન તેમજ મહેસૂલી વ્યવસ્થાપનનું ઉત્તરોત્તર સરળીકરણ અને ડિજિટાઇઝેશન કરી લોકોને ઘરેબેઠા સેવાઓ આપવા અને પારદર્શિતા લાવવા સરકાર કટિબદ્ધ છે. હવે ડિજિટલ સિગ્નેચર સાથેનું ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર ઘરે બેઠા મળી રહે તેવી પદ્ધતિ સરકારે અમલમાં મૂકેલ છે.

મહેસૂલી દસ્તાવેજોની નોંધણી માટે નાગરિકો પોર્ટલ પર ડેટા એન્‍ટ્રી કરીને ઇન્‍ડેક્ષ-૨ની સર્ટીફાઇડ નકલો પણ ઓનલાઇન મેળવી શકે છે. રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે.

  • પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે `૪૬ કરોડની જોગવાઇ.
  • ૬-સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે ૩૫ કરોડની જોગવાઈ.
  • નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે૭ કરોડની જોગવાઇ.
  • મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે `૫ કરોડની જોગવાઇ.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૮૦ કરોડની જોગવાઇ

રાજ્ય સરકારની દૂરંદેશિતાપૂર્ણ વિકાસલક્ષી દ્રષ્ટિને સુગમ સુશાસનનો આધાર જરૂરી છે. લોકપ્રતિનિધિઓની જરૂરિયાત મુજબ સઘન આયોજન સુનિશ્ચિત કરી તેના અમલીકરણ માટે આંકડાકીય અને આઉટકમ બેઝડ માળખાની જરૂરિયાત રહે છે.

ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઈને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા સરકાર કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્‍સની ભાવનાને સાકાર કરવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવેલ છે.

સસ્ટેનેબલ ડેવલપમેન્‍ટ ગોલ(SDG) અને નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નક્કી કરેલ લક્ષ્યાંકોને હાંસલ કરી રાજ્યના લોકોની સુખાકારી અને માનવ સૂચકાંકમાં વૃદ્ધિ માટે એકશન પ્લાનનો સમયબદ્ધ રીતે અમલ કરવા રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. આ હેતુસર નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં સરકારી યોજનાઓના આયોજન, અમલીકરણ અને આઉટકમના મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવા રાજ્ય આયોગ (નીતિ ગુજરાત)ની સ્થાપના કરવામાં આવશે.

ઇ-ગવર્નન્‍સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવેલ છે.

  • વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ૧૩૧૦ કરોડની જોગવાઇ
  • સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલ એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે `૧૩ કરોડનું આયોજન

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૨૫૭ કરોડની જોગવાઇ

રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, મહત્વના નિર્ણયો તથા ફ્લેગશીપ કાર્યક્રમોની જાણકારી જનતાને ઝડપથી અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય તે જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકો મેળવી શકે એ માટે સરકાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાનો સમુચિત ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારનુ કાર્ય કરે છે.

  • ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અમારી સરકારે વર્ષ ૨૦૧૬થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્‍વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરેલ છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે `૨૦ કરોડની જોગવાઇ.
  • પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલ વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે `૨ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો: Costipation home remedies: આ 4 વસ્તુઓ કબજિયાતની સમસ્યાને કરશે દૂર, તમારા રસોડામાં જ છે ઉપલબ્ધ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો