Ambaji 1

Ambaji varshik shibir: અંબાજી એન.એસ.એસ દ્વારા આદિવાસી વિસ્તારના જેતવાસમાં આજથી સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ

Ambaji varshik shibir: લવ્ય રેસીડેન્સી મોડેલ સ્કુલમાં આજથી સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 24 ફેબ્રુઆરી: Ambaji varshik shibir: અંબાજીના કુંભારિયામાં ચાલતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની એન.એસ.એસ દ્વારા દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારના જેતવાસ ગામે એક લવ્ય રેસીડેન્સી મોડેલ સ્કુલ માં આજથી સાત દિવસીય વાર્ષિક શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે.

Ambaji varshik shibir

આ 26મી શિબિરને અંબાજી મારબલ એસોસિયેશન નાં પૂર્વ પ્રમુખ ધીરજભાઈ મહેતા એ દીપ પ્રગટાવીને ખુલ્લી મૂકી હતી, આ આદિવાસી વિસ્તારમાં 98% જેટલા વનવાસી લોકો વસવાટ કરે છે અને મહત્તમ જે ખેતી અને માઈન્સમાં છૂટક મજૂરી કરી પોતાના ચલાવે છે જેના કારણે શિક્ષણનું પ્રમાણ નિમ્ન રહ્યું છે.

આ શિબિરમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, કુટુંબનિયોજન, મતદાન જાગ્રૂતિ, અંધ શ્રધ્દા રોગ નિદાન કેમ્પ, વ્યસન મુક્તિ જેવા કાર્યો કરવામાં આવશે, જેમાં પણ જે વિદ્યાર્થીઓ અધવચ્ચે થી શિક્ષણ છોડી ગયા હવે તેમને ફરી શિક્ષણ તરફ પ્રેરવા ના કાર્યો પણ આ શિબિર દ્વારા સાત દિવસ દરમ્યાન કરવામાં આવશે.સાથે બાળ મજુરીની સમસ્યા પણ ઘેરી બનતી જઈ રહીછે જે કેટલાક અંસે દુર થાય તેવા પ્રયાસ પણ કરવામા આવશે.

જો કે આજે આ એન એસએસ ના વિધ્યાર્થીઓ દ્વારા જાગ્રૂતી રેલી તથા સ્વચ્છતા અભીયાન નો કાર્યક્રમ પણ યોજવા માં આવ્યો હતો આશિબિર માં કોલેજના પ્રિન્સીપલ ડો. એસ એન પટેલ, તથા પ્રોગ્રામ ઓફીસર એસ પી બારોટ પણ ઉપસ્થીત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat budget 2023: વિધાનસભામાં રજુ થયું ગુજરાતનું બજેટ, જાણો કયા વિભાગ માટે શું જાહેરાત કરવામાં આવી હતી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો