employment

Gujarat Budget Highlight: જાણો બજેટમાં રોજગાર વિભાગ માટે શું છે, વાંચો વિગતે…

Gujarat Budget Highlight: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૬૫૯ કરોડની જોગવાઈ

ગાંધીનગર, 02 ફેબ્રુઆરીઃ Gujarat Budget Highlight: શ્રમજીવીઓ રાજયના માળખાકીય વિકાસ સાથે ઉદ્યોગો અને સેવાક્ષેત્રો માટે અગત્યનો ભાગ ભજવે છે. શ્રમિકો તેમજ તેમના પરિવારો માટે સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.

અદ્યતન ટેકનોલોજી આધારિત ભવિષ્યલક્ષી ઉદ્યોગો માટે તાલીમબદ્ધ યુવાનો ઉપલબ્ધ થાય અને તેઓ દેશ અને વિદેશોમાં ઉભી થતી રોજગારીની નવી તકોનો લાભ લઇ શકે, તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહેલ છે. વધુમાં અગ્રણી ઉદ્યોગ ગૃહો સાથે જોડાણ કરી તાલીમની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે.

  • આઇ.ટી.આઇ.ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે ૨૯૯ કરોડની જોગવાઈ.
  • અદ્યતન કુશળતા પ્રદાન કરવા હાલમાં પાંચ મેગા આઇ.ટી.આઇ. કાર્યરત છે. હવે ૬ વધુ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ.માં રૂપાંતરિત કરવામાં આવશે. આ માટે ૧૮૭ કરોડની જોગવાઈ.
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત શ્રમિકોને ૫ના નજીવા દરે સ્વાસ્થ્યપ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે હાલમાં ૨૭૩ કેન્‍દ્રો કાર્યરત છે. જેમાં દરરોજ સરેરાશ ૪૦ હજારથી વધુ શ્રમિકો જમે છે. આ યોજના અંતર્ગત નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્‍દ્રો શરૂ કરવામાં આવશે. આ યોજના માટે૧૩૧ કરોડની જોગવાઇ.
  • ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્‍ટીસ યોજના અંતર્ગત ૧૨૨ કરોડની જોગવાઈ.
  • બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા “શ્રમિક બસેરા” સ્થાપવા માટે ૨૦૦ કરોડની જોગવાઇ.
  • બાંધકામ શ્રમિકો માટે પ્રાથમિક સારવાર પહોંચાડવાના હેતુથી હાલના કાર્યરત ૧૫૪ ધન્વંતરી આરોગ્ય રથ ઉપરાંત વધુ ૫૦ રથ કાર્યરત કરવામાં આવશે. આ માટે ૫૯ કરોડની જોગવાઈ.
  • “કૌશલ્યા” ધ સ્કીલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્‍ટર ઓફ એક્સેલેન્‍સ ઈન સ્કીલ એન્‍ડ એમ્પ્લોયબિલિટી સેન્ટરની સ્થાપના કરવા સહિત વિવિધ કામો માટે ૪૭ કરોડની જોગવાઈ.
  • સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઉભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે ૩૩ કરોડની જોગવાઈ.
  • ૧૦૫ આઇ.ટી.આઇ.માં વેલ્ડર ટ્રેડ માટે AR/VR Lab (Augmented Reality/Virtual Reality) બનાવવા માટે ૨૬ કરોડની જોગવાઈ.
  • જી.આઇ.ડી.સી. વિસ્તારોમાં સ્થાનિક માનવબળને કુશળ બનાવવા લોકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન (LIVE) યોજના માટે ૧૫ કરોડની જોગવાઇ.
  • અસંગઠિત શ્રમયોગી માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં સહાયની રકમ ૧ લાખથી વધારીને ૨ લાખ કરવા માટે ૫ કરોડની જોગવાઈ.
  • ડ્રોન સ્કીલ ઈન્‍સ્ટીસ્ટ્યુટના સંચાલન તથા ડ્રોન ઈન્‍સ્ટ્ર્રક્ટર સેન્‍ટરની સ્થાપના માટે `૪ કરોડની જોગવાઈ.

આ પણ વાંચો… Provision Of Crores For Tribal Development Department: બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો