Rahul PM and Kejriwal

Gujarat election result: ગુજરાતમાં ફરી ખીલશે કમળ…! ભાજપ 139 અને કોંગ્રેસ 31 સીટો પર આગળ

Gujarat election result: પ્રારંભિક વલણોમાં આપ 05 સીટો પર આગળ, મોરબીમાં ભાજપા આગળ….

ગાંધીનગર, 08 ડીસેમ્બર: Gujarat election result: ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે 3 નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતુરતાનો અંત આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 સીટ પર જ્યારે 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 સીટ પર મતદાન થયું હતું.

પ્રારંભિક વલણોમાં ભાજપા 130 સીટો પર આગળ છે. સાથે જ કોંગ્રેસ 38 સીટો પર આગળ ચાલી રહી છે. અને આપ 05 સીટો પર આગળ છે. સવારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે.

જાણો તમામ અપડેટ્સ….

8ઃ55ઃ આપના ચૈતર વસાવા આગળ

8ઃ 55ઃ ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ

8ઃ 52ઃ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ

8: 45: દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખ આગળ, ભાજપ પાછળ

8: 39ઃ વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ

8: 37 મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ

8: 26 AM: EVMની મતગણતરી શરૂ થઈ

8: 26 AM: ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ

8: 23 AM: વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ

8: 22 AM: ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ

8: 18 AM: કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ

8: 13 AM: પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ

આ પણ વાંચો: Postal ballot counting in ahmedabad: અમદાવાદમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ, આ 4 બેઠકો પર જોવા મળશે રસાકસી

Gujarati banner 01