Gujarat assembly

Gujarat opposition leader: ગુજરાત કોંગ્રેસે વિપક્ષ નેતાનું નામ કર્યું જાહેર, જાણો કોણ બન્યા વિપક્ષના ઉપનેતા

Gujarat opposition leader: વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની ઘોષણા કરવામાં આવી છે

ગાંધીનગર, 17 જાન્યુઆરી: Gujarat opposition leader: ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામને દોઢ મહિના જેવો સમય થઇ ગયો છે. ત્યારે હવે છેક કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષી નેતાનું નામ નકકી કરી શકી હોય તેમ વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની ઘોષણા કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પદે રહી ચૂકયા છે જયારે શૈલેષ પરમાર પણ સીનીયર ધારાસભ્ય છે. કોંગ્રેસ નેતાગીરી દ્વારા આજે બંનેના નામો વિધિસર રીતે જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે જ આવી ગયા હતા. ભાજપની રેકોર્ડબ્રેક જીત થઇ હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં કયારેય ન મેળવી હોય એટલી ઓછી બેઠકો પર જીત મેળવી હતી. વિપક્ષી નેતા પદ મળવા વિશે પણ શંકા દર્શાવવામાં આવતી હતી.

વિપક્ષી નેતાનું નામ પસંદ કરવા ખુદ વિધાનસભા સચિવાલય તરફથી કોંગ્રેસને તાકીદ કરવામાં આવી હતી અને 19મી જાન્યુઆરીનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું. છેવટે કોંગ્રેસ વિપક્ષી નેતાનું નામ નકકી કરી શકી હોય તેમ અમિત ચાવડાને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે અને શૈલેષ પરમારને ઉપનેતા તરીકે જાહેર કર્યા છે.

વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસમાં આંતરિક ખેંચાણ ચાલી રહી હતી તેના કારણે મામલો પેચીદો બન્યાનું કહેવાતું હતું. છેવટે હાઇકમાન્ડે બંને ધારાસભ્યોના નામ જાહેર કરાયા હતા.

આ પણ વાંચો: Sikkim gov announcement: વધારે બાળકો પેદા કરો અને પગાર વધારો મેળવો, આ રાજ્યની સરકારે કરી જાહેરાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો