Pakistan PM

Pakistan PM statement: આખરે પાકિસ્તાનને આવી અક્કલ! શાહબાઝ શરીફે કહી આ મોટી વાત…

  • ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને તેમણે એકબીજા સાથે રહેવાનું છે: શાહબાઝ શરીફ

Pakistan PM statement: અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: Pakistan PM statement: ભારત અને પાકિસ્તાન વચ્ચેના અંતરનું મુખ્ય કારણ છે કાશ્મીરનો મુદ્દો. પરંતુ હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ આ મામલાને ઉકેલવા માટે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે અને શાહબાઝે પીએમ મોદીને કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાતચીત કરવાનું કહ્યું છે. શાહબાઝે કહ્યું કે ભારત અને પાકિસ્તાન પાડોશી છે અને તેમણે એકબીજા સાથે રહેવાનું છે.

અમે અમારો પાઠ શીખી લીધો છે: શાહબાઝ

શાહબાઝે કહ્યું, ‘એ આપણા પર છે કે આપણે શાંતિથી જીવીએ અને પ્રગતિ કરીએ કે એકબીજા સાથે ઝઘડો કરીએ અને સમય અને સંસાધનોનો બગાડ કરીએ. ભારત સાથે અમારા ત્રણ યુદ્ધો થયા છે અને તેનાથી લોકોમાં વધુ દુઃખ, ગરીબી અને બેરોજગારી વધી છે. અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ, પણ શરત છે કે અમે અમારી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવામાં સક્ષમ હોઈએ.’

ભારતીય નેતૃત્વ સાથે વાતચીત કરશે: શાહબાઝ

તેમણે કહ્યું, ‘અમે ગરીબી ઘટાડવા માંગીએ છીએ, સમૃદ્ધિ હાંસલ કરવા માંગીએ છીએ અને અમારા લોકોને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ અને રોજગાર આપવા માંગીએ છીએ અને બોમ્બ અને દારૂગોળા પર અમારા સંસાધનોને વેડફવા માંગતા નથી, આ સંદેશ હું વડાપ્રધાન મોદીને આપવા માંગુ છું.’

તેમણે કહ્યું કે આપણે પરમાણુ શક્તિઓ છીએ, સશસ્ત્ર છીએ અને જો ભગવાન ન કરે કે યુદ્ધ છેડાઈ જાય તો કોણ કહેશે કે શું થયું હતું. તેમણે કહ્યું કે UAEનું નેતૃત્વ ભારત અને પાકિસ્તાનને એકબીજાની નજીક લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ભારતીય નેતૃત્વ સાથે વાતચીત કરશે. 

આ પણ વાંચો: Gujarat opposition leader: ગુજરાત કોંગ્રેસે વિપક્ષ નેતાનું નામ કર્યું જાહેર, જાણો કોણ બન્યા વિપક્ષના ઉપનેતા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો