Rain pic

Gujarat rain update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ

Gujarat rain update: અમદાવાદમાં પણ સોમવાર અને મંગળવારના રોજ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે

અમદાવાદ, 04 જુલાઈ: Gujarat rain update: ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે સાર્વિત્રિક વરસાદ ધીમે ધીમે વિવિધ જિલ્લાઓમાં પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકની અંદર 150થી વધઉ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. સુરતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવસારીમાં 2.5 ઈંચ વરસાદ, મહેસાણામાં 2.5 જેટલો વરસાદ પડ્યો છે  સાબરકાંઠા પણ 2 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે અત્યાર સુધી સુરતમાં 24 કલાકમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ સોમવાર અને મંગળવારના રોજ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતો અનુસાર 15 જુલાઈ આસપાસ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. જો કે અત્યારે ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોરસદમાં વરસાદી માહોલ બગડતા પાણી ભરતા સંકટની સ્થિતિ પેદા થઈ હતી. જેમાં 3 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે દેશમાં અમસ સહીતના રાજ્યોની અંદર પણ સ્થિતિ સૌથી ખરાબ જોવા મળી છે.

આ પણ વાંચો..Bus accident in Kullu: હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ દુર્ઘટના, બસ ખીણમાં પડતા 12ના મોત, ત્રણ ઘાયલ

Gujarati banner 01