Gujarat 2

Gujarat republic day: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેરાવળ ખાતે ત્રિરંગો લહેરાવ્યો

Gujarat republic day: મુખ્યમંત્રીએ કારમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ, ૨૬ જાન્યુઆરી: Gujarat republic day:ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રાજ્ય કક્ષાના 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો ફરકાવ્યો હતો. વેરાવળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીપ્સી કારમાં બેસીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય સચિવ પંકજ કુમાર અને રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા પણ પરેડ નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીની સાથે હતા.

આ પણ વાંચો: હું ભારતવાસી છું.(I am Indian)

મુખ્યમંત્રીએ વિવિધ પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કોસ્ટ ગાર્ડ, આરએએફ-વસ્ત્રાલ, મરીન કમાન્ડો-જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટૂન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટૂન, ગીર-સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન, જેમાં જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, વિદ્યાર્થી એનએસએસ, ગુજરાત ડોગ દળ, ગુજરાત હોર્સ દળ, એસઆરપી પાઇપ બેન્ડ સામેલ હતા.

Gujarati banner 01