Gymnasium started at Junagadh Police Headquarters 3

Gymnasium started at Junagadh Police Headquarters: જૂનાગઢ – પોલીસ હેડક્વાર્ટરમાં જીમનેશિયમ શરૂ કરાયું

Gymnasium started at Junagadh Police Headquarters: પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ હવે બોડી ફીટનેસ જાળવી શકશે

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૦૪ જાન્યુઆરીઃ
Gymnasium started at Junagadh Police Headquarters: સામાન્ય રીતે પોલીસ ઉપર કામનું ભારણ વધારે હોવાથી પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર રહેતા હોય, જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ પોતાના સ્વાસ્થ્ય બાબતે ગંભીર બને અને રોજબરોજ વ્યાયામ અને કસરત કરી, બોડીની ફિટનેસ જાળવી શકે એ હેતુથી જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે જીમનેશિયમ શરૂ કરવામાં આવેલ છે.

Gymnasium started at Junagadh Police Headquarters

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસના જવાનો તથા પોલીસ અધિકારીઓના સ્વાસ્થ્યની દરકાર કરી, જૂનાગઢ પોલોસના જવાનો ચુસ્ત અને સ્ફૂર્તિમાં રહે તેમજ દરરોજ કસરત કરી, પોતાનું બોડી ફિટ રાખે તે હેતુથી પોલીસ હેડ કવાર્ટર ખાતે કોમ્યુનિટી હોલના ઉપરના માળે લોક ભાગીદારીથી એક આધુનિક જીમનેશિયમના સાધનોથી સજ્જ એક જીમ બનાવવામાં આવેલ છે.

આ જીમનેશિયમ બનાવવામાં હેડ કવાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોર, પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, આરએસઆઈ પિયુષ જોશી સહિતના પોલોસ અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવી, આધુનિક કસરતના સાધનોથી સજ્જ જીમનેશિયમ બનાવવામાં આવેલ છે.

Gymnasium started at Junagadh Police Headquarters

શહેરમાં આધુનિક જીમનેશિયમ ખાતે ઘણી વખત પોલોસ અધિકારીઓ તથા સ્ટાફ જઈ ના શકે, તેવા સમયમાં માત્ર નોમીનલ ફી ભરી, આ જીમનેશિયમ ખાતે પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો સવાર સાંજ કસરત કરી, પોતાનું બોડી ફિટ રાખી શકે એ હેતુથી આ જીમનેશિયમ બનાવવામાં આવેલ છે. ટૂંક સમયમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધી શકાય તે હેતુ માટે જૂનાગઢ વાસીઓને પણ આ જીમનો લાભ મળે, તેવું આયોજન પણ થનાર છે.

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા આ જીમનેશિયમનું અગ્ર ગણ્ય લોક ભાગીદારી આપનાર ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ખુલ્લું મુકવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર અને જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા સકારાત્મક અભિગમ અપનાવી, જૂનાગઢ પોલીસના જવાનોના સ્વાસ્થ્યની ચિંતા કરી, તૈયાર કરવામાં આવેલ નવા આધુનિક જીમનેશિયમની કામગીરીની સરાહના કરી, અગ્ર ગણ્ય લોક ભાગીદારી આપનાર ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, વેપારીઓનો આભાર વ્યક્ત કરી,

Gymnasium started at Junagadh Police Headquarters

વધુમાં વધુ પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ તેમજ ભવિષ્યમાં જુનાગઢવાસીઓ દ્વારા લાભ લેવા હિમાયત કરી હતી. આ જીમનેશિયમ બનાવવામાં જહેમત ઉઠાવનાર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા તથા કમાન્ડો કુલદીપ નેગી તેમજ સ્ટાફને અભિનંદન પણ આપ્યા હતા.

આ પણ વાંચો…Gujarat corona update: ગુજરાત માં વિકરાળ થતો કોરોનાનો આંકડો, રાજ્યમાં આજે 1259 નવા કેસ નોંધાયા

Whatsapp Join Banner Guj