Schools and colleges closed: કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી, દિલ્હી, હરિયાણા સહિતના 7 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ
Schools and colleges closed: હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે
નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ Schools and colleges closed: કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસોના લીધે બધા રાજ્યોએ ફરીથી પ્રતિબંધો લગાવવાના શરૃ કર્યા છે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઘણા રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ થઈ ગઈ છે. તેની સાથે બીજા પણ કેટલાક રાજ્યો સ્કૂલો બંધ કરવા અંગે વિચાર કરી રહ્યા છે. આમ જે રાજ્યોમાં સો ટકા સ્કૂલો ખુલ્લી હતી હવે તે પણ સ્કૂલોને બંધ કરી રહ્યા છે.
હરિયાણા સરકારના આદેશ મુજબ સ્કૂલ, કોલેજ, પોલિટેકનિક, આઇટી, કોચિંગ સંસ્થા, લાઇબ્રેરી અને તાલીમ સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્ર અને શિશુગૃહ બંધ રહેશે. હરિયાણાની સ્કૂલો અને કોલેજોમાં 12 જાન્યુઆરી પછી ઓફલાઇન ક્લાસ શરૂ થઈ શકે છે.
તમિલનાડુએ પહેલાથી આઠમી ધોરણ સુધીની બધી સ્કૂલો 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. જયારે નવથી બારના ક્લાસ કોરોનાના ચુસ્ત પ્રોટોકોલ હેઠળ ચાલશે.
આ ઉપરાંત ઓડિશા સરકારે જણાવ્યું હતું કે તે ત્રણ જાન્યુઆરીથી પહેલીથી પાંચમા ધોરણની સ્કૂલો ખોલવાનો અગાઉનો આદેશ પરત લઈ રહી છે. વિદ્યાલય અને જનશિક્ષા મંત્રી એસ આર દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓએ જુદાાજુદાપ્રાથમિક શિક્ષણ કેન્દ્રોનું નિરીક્ષણ કર્યા પછી નિર્ણય લીધો હતો. જો કે છથી દસમા ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાશે. પશ્ચિમ બંગાળે તેના બધા શૈક્ષણિક એકમોને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓમાં ફક્ત 50 ટકા સ્ટાફ જ જશે.
