Farmer 1582671601

Good news for farmers: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, હવે પાક ધિરાણનું એક પણ રૂપિયાનું વ્યાજ નહીં ભરવું પડે- વાંચો વિગત

Good news for farmers: રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટ્ટી કરી છે

ગાંધીનગર, 22 એપ્રિલઃGood news for farmers: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે ખુશી સમાચાર સામે આવ્યા છે. પાક ધિરાણનું એક પણ રૂપિયાનું વ્યાજ નહીં ભરવું પડે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય છુટ્ટી કરી છે.

મહત્વનું છે કે વ્યાજ ચુકવણીના વિલંબથી ખેડૂતોને મુશ્કેલી થઈ રહી હતી અને ખેડૂતોએ સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેને ધ્યાને લઇને સરકારે તુરંત જ પાક ધિરાણમાં 4 ટકાની વ્યાજની સહાય છુટ્ટી કરવાનો પરિપત્ર કર્યો છે.

આ પણ વાંચોઃ Boycott MalabarGold: કરીના કપૂરના ફોટા સાથે આ જ્વેલરીની કંપની થઇ રહી છે ટ્રેન્ડિંગ? વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Food oil will become more expensive: ગૃહિણીઓ માટે માઠા સમાચાર, ફરી વધી શકે છે ખાદ્ય તેલના ભાવ

Gujarati banner 01