High court

HC judgement for disabled students: સ્ટેટ એક્ઝામ બોર્ડમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો…

HC judgement for disabled students: દિવ્યાંગ વિદ્યાર્થીઓના લહીયા તરીકે ધોરણ 10 ઉપરના અભ્યાસ કરેલાને એટલે કે એ સિવાયની લાયકાત ધરાવતા પણ હવેથી લહીયા તરીકે જોડાઈ શકે છે

અમદાવાદ, 19 એપ્રિલ: HC judgement for disabled students: સ્ટેટ એક્ઝામ બોર્ડમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના લહીયા તરીકે ધોરણ 10 ઉપરના અભ્યાસ કરેલાને એટલે કે એ સિવાયની લાયકાત ધરાવતા પણ હવેથી લહીયા તરીકે જોડાઈ શકે છે.

રાજ્ય પરીક્ષા બોર્ડમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્ણયને ફગાવી દેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ માત્ર 10મા ધોરણ સુધી લાયકાત ધરાવતા હોય તેઓ લાહિયો બની શકે છે.

આ નિર્ણયને ફગાવી દેતા વિદ્યાર્થીઓ માટે આ રાહતના સમાચાર છે. હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તે સ્ટેટ એક્ઝામ બોર્ડની આ માર્ગદર્શિકાની વિપરીત છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓના લહિયા માટે ધોરણ 10 સુધીની પાત્રતા ધરાવતા નિયમને પડકાર્યો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓના વિશેષાધિકાર માટે મામલે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે.

રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે માત્ર ધોરણ 10 સુધીના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને જ મંજૂરી આપી હતી. જેને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેથી, સુનાવણી દરમિયાન, ગુજરાત હાઇકોર્ટે રાજ્ય પરીક્ષા બોર્ડના નિર્ણયને ફગાવી દેતા અરજદારની અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો…. Gujarat condition in TB control: ટીબી નિયંત્રણમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ સ્થિતિ, જાણો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો